New Delhi,તા.9
ભૂતપૂર્વ ક્રિકેટર મિથુન મનહાસ અને વીરેન્દ્ર સેહવાગની પત્ની આરતી અહલાવત વચ્ચે સંભવિત અફેરની અફવાઓ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. થોડા મહિના પહેલા, સેહવાગ અને આરતીએ એકબીજાને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કર્યા હોવાના અહેવાલ છે, અને ઘણા સૂત્રોએ દાવો કર્યો છે કે આ દંપતી છેલ્લા કેટલાક સમયથી અલગ રહે છે. અહેવાલો અનુસાર, છૂટાછેડાની ચર્ચા ચાલી રહી છે.
આ અફવાને વધુ વેગ આપતી હકીકત એ છે કે સેહવાગના લાંબા સમયના મિત્ર અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના નવા નિયુક્ત પ્રમુખ મિથુન મનહાસ હવે આરતી સાથે જોડાઈ રહ્યા છે.
ઓગસ્ટ 2015 માં રોજર બિન્નીના રાજીનામા બાદ મનહાસે સત્તાવાર રીતે BCCI પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યો તેના થોડા સમય પછી આ સમાચાર સામે આવ્યા હતા.
7 ઓક્ટોબર, 2025 ના રોજ પત્રકાર અભિષેક ત્રિપાઠીએ સોશિયલ મીડિયા પર એક રહસ્યમય પોસ્ટ કરી ત્યારે આ અફવાઓ વધુ તીવ્ર બની. તેમણે 2009 ના ક્રિકેટર મુરલી વિજય અને દિનેશ કાર્તિક સાથેના વિવાદનો ઉલ્લેખ કર્યો, સંકેત આપ્યો કે આવી જ પરિસ્થિતિ ફરીથી ઊભી થઈ શકે છે. તેમની પોસ્ટ ઝડપથી વાયરલ થઈ ગઈ, એક જ દિવસમાં લાખો વ્યૂઝ મળ્યા હતા.