New Delhi,તા.9
વેસ્ટઈન્ડીઝ વિરુદ્ધ 10 ઓક્ટોબરથી શરૂ થતા બીજા ટેસ્ટ મેચ પહેલાં ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે તેમના ઘરે એક શાનદાર ડિનરનું આયોજન કર્યું. આ ડિનર પાર્ટી 8 ઓક્ટોબર, બુધવારે ગૌતમ ગંભીરના ઘરે યોજાઈ, જેમાં વેસ્ટઈન્ડીઝ વિરુદ્ધ ટેસ્ટ ટીમના તમામ ખેલાડીઓ પહોંચ્યા. જ્યારે, હર્ષિત રાણા જે આ ટીમનો ભાગ નથી, તે પણ ગૌતમ ગંભીરના ઘરે ડિનર પર પહોંચ્યો હતો.
ગૌતમ ગંભીરના ઘરે યોજાયેલા ડિનરમાં આખી ભારતીય ટીમ અને સપોર્ટિંગ સ્ટાફ એક મોટી બસથી પહોંચ્યા. શુભમન ગિલ ખૂબ જ કૂલ અંદાજમાં દેખાયા. આ ઉપરાંત કેએલ રાહુલ, જસપ્રીત બુમરાહ વ્હાઈટ ટી-શર્ટ અને બ્લુ ડેનિમમાં દેખાયા.
ભારતીય ટીમના ખેલાડીઓ અને સપોર્ટિંગ સ્ટાફ સાથે BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા પણ ગૌતમ ગંભીરના ઘરે ડિનર પર પહોંચ્યા. ગૌતમ પોતે તમામ ક્રિકેટર્સનું સ્વાગત કરવા માટે પોતાના ઘરના ગેટ પર ખડા રહ્યા.