Junagadh તા.9
ભકતકવિ નરસિંહ મહેતા યુનિ. જુનાગઢ, સાંસ્કૃતિક અધિકારીની કચેરી અને જુનાગઢના પટેલ કેળવણી મંડળ સંચાલિત એમ.એમ. ઘોડાસરા મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજનાં સંયુકત ઉપક્રમે વિકાસ સપ્તાહ 2025ની ઉજવણીના ભાગરૂપે તા.7/10ના રોજ એક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉપર્યુકત થીમ અંતર્ગત વિકસીત ભારત, આત્મનિર્ભર ભારત, સ્વચ્છ ભારત અને સ્વદેશી અપનાવો જેવા વિષય સંદર્ભે વિદ્યાર્થીનીઓમાં જાગૃતિ આવે અને પ્રધાનમંત્રીએ જોયેલ 2047ના ભારતનું સ્વપ્ન સાકાર થાય એ માટે ભકતકવિ નરસિંહ મહેતા યુનિ.ના કુલપતી પ્રા.ડો. પ્રતાપસિંહ ચૌહાણે ખૂબ જ અસરકારક શૈલીમાં પ્રેરણાત્મક અને માર્ગદર્શક વ્યાખ્યાન આપ્યું હતું.
તથા કોલેજના પ્રિ.ડો. દિનેશભાઈ ડઢાણીયાએ મહેમાનો અને મહાનુભાવોને આવકાર આપી સ્વદેશી અપનાવી ભારતને આત્મનિર્ભર બનાવવાની પહેલ આપણે આપણાથી જ શરૂ કરીએ એમ જણાવ્યું હતું આ તકે તાલુકા વિકાસ અધિકારી આર.વી. ઠાકોર, જીલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા, પંડીત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીક કેન્દ્રના અધિકારી ઉપેન્દ્રસિંહ રાઠોડ, યુનિ.ના કો.ઓર્ડીનેટર પ્રિ.ડો.દિનેશભાઈના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવેલ હતો.
સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા અને સુચારૂ સંચાલન એનએસએસ પ્રોગ્રામ ઓફીસર પ્રા.ડો. કવિબેન ઝાલાએ કર્યું હતું. આ કાર્યક્રમના આયોજન બદલ પટેલ કેળવણી મંડળના મેનેજીંગ ટ્રસ્ટી કાંતીભાઈ ફળદુ, સવજીભાઈ મેનપરા, કોલેજ ઈ. રતિભાઈ ભુવા અને ટ્રસ્ટી મંડળે શુભેચ્છા પાઠવી હતી.