Bhavnagar,તા.10
શહેરની શાળા અને ટયૂશન ક્લાસવાળી જગ્યાએથી ચોરી કરેલી ૧૦ સાયકલ સાથે બે શખ્સોને લોકલ ક્રાઈમબ્રાંચે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શહેરના જવાહર મેદાન ગોળીબાર હનુમાન મંદિર તરફ જતા રસ્તા પર જીજે-૦૪-ડબલ્યું-૭૫૩૨ નંબરની રિક્ષામાં અલગ-અલગ કંપનીની ચોરીની સાયકલો ભરી હોવાની બાતમીના આધારે ભાવનગર લોકલ ક્રાઈમબ્રાંચે તપાસ કરતા રૂ.૫૮,૫૦૦ની કિંમતની કુલ ૧૦ સાયકલ સાથે નાનજી ઉર્ફે મોઢીયો લક્ષ્મણભાઇ મકવાણા અને સાગર રસીકભાઇ મકવાણા (બન્ને રહે. નાગધણીંબા તા.જી. ભાવનગર)ને ઝડપી લઈ પુછપરછ કરતા તેમણે શહેરના સરદારનગર, લીલા સર્કલ, કાળીયાબીડ વિસ્તારમાં આવેલ સ્કુલ તથા ટયુશન કલાસીસવાળી જગ્યાઓએથી આ સાયકર ચોરી અધેવાડા સુધી જતા અને ત્યાંથી રિક્ષામાં સાયકલ પોતાના ગામડે લઇ સંતાડી રાખતો હતો અને દિવાળીનો સમય હોવાથી ચોરીની સાયકલ વેચાણ કરવા માટે ગધેડીયા ગ્રાઉન્ડમાં લાવ્યા હોવાની કબૂલાત આપતા પોલીસે આગળની કાર્યવાહી માટે તેને ઘોઘા રોડ પોલીસને સોંપ્યા હતા.