નવરાત્રી ગરબા સ્થાપન ઘટ્ટ
સ્થાપના ના મુહુર્ત
આસો શુદ એકમ ને તા ૧૧ ઓક્ટોબર રવિવારે આસો મહા નવરાત્રી નો પ્રારંભ થશે. આ વર્ષે માતાજી હાથી ઉપર બેસી અને પધારશે જે સુખ સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે શુભ ગણાય છેઆ વર્ષે નવરાત્રી મા બે સાતમ તિથિ છે જ્યારે નિયમ પ્રમાણે દરેક પંચાંગ પ્રમાણે નોમ ના દિવસે દશેરા છે આથી નવ નોરતા પુરા રહેશેઆ દિવસે આખો દિવસ ગરબો ખરીદવો તથા ગરબાની સ્થાપના ઘટ સ્થાપના કરવી શુભ રહેશે.ગરબો ખરીદવા તથા ગરબા સ્થાપના ઘટ સ્થાપના ના શુભ મુહુર્તતા ૧૧ ઓક્ટોબર રવિવારદિવસના શુભ ચોઘડિયાચલ: ૮.૧૦ થી ૯.૩૮લાભ: ૯.૩૮ થી ૧૧.૦૬અમૃત: ૧૧.૦૬ થી ૧૨.૩૩શુભ: ૨.૦૧ થી ૩.૩૦બપોરે અભિજીત મુહુર્ત બપોરે ૧૨.૧૦ થી ૧૨.૫૭રાત્રીના શુભ ચોઘડિયાશુભ: ૬.૨૪ થી ૭.૫૭અમૃત: ૭.૫૭ થી ૯.૨૯પ્રદોષ કાળનો શુભ સમય .સાંજે ૬.૨૪ થી ૯.૧૮નવદુર્ગાના સ્વરૂપો અને નૈવેદ્ય ની યાદી• નોરતુ ૧ લુ ( રવિવારે ૧૧ ઓક્ટોબર ૨૦૨૬): મા શૈલપુત્રી ની પૂજા• નૈવેદ્ય: ગાયનું શુદ્ધ ઘી અથવા ઘીમાંથી બનેલી મીઠાઈ (આરોગ્ય અને સુખ માટે).• નોરતુ ૨ જુ (સોમવારે ૧૨ ઓક્ટોબર ૨૦૨૬): મા બ્રહ્મચારિણી ની પૂજા• નૈવેદ્ય: સાકર, સફેદ મીઠાઈ, મિશ્રી અથવા પંચામૃત (લાંબા આયુષ્ય માટે).• નોરતુ ૩ જુ (મંગળવારે ૧૩ ઓક્ટોબર ૨૦2૬): મા ચંદ્રઘંટા ની પૂજા• નૈવેદ્ય: દૂધ અથવા દૂધમાંથી બનેલી ખીર/મીઠાઈ (દુઃખોથી મુક્તિ માટે).• નોરતુ ૪ થુ (બુધવારે ૧૪ ઓક્ટોબર ૨૦૨૬): મા કુષ્માંડા ની પૂજા• નૈવેદ્ય: માલપુઆ (બુદ્ધિ અને નિર્ણયશક્તિના વિકાસ માટે).• નોરતુ ૫ મુ (ગુરુવારે ૧૫ ઓક્ટોબર ૨૦૨૬): મા સ્કંદમાતા ની પૂજા• નૈવેદ્ય: કેળા અથવા કેળાનો પ્રસાદ (શારીરિક સ્વાસ્થ્ય માટે).• નોરતુ ૬ ઠુ (શુક્રવારે ૧૬ ઓક્ટોબર ૨૦૨૬): મા કાત્યાયની ની પૂજા• નૈવેદ્ય: મધ અથવા મધયુક્ત પ્રસાદ (સૌંદર્ય અને આકર્ષણ માટે).• નોરતુ ૭ મુ (શનિવારે ૧૭ ઓક્ટોબર ૨૦૨૬): મા કાલરાત્રિ ની પૂજા• નૈવેદ્ય: ગોળ અથવા ગોળમાંથી બનેલી વાનગી (સંકટોમાંથી મુક્તિ માટે).• નોરતુ ૮ મુ (રવિવારે ૧૮ ઓક્ટોબર ૨૦૨૬): મા મહાગૌરી ની પૂજા• નૈવેદ્ય: નાળિયેર અથવા નાળિયેરની મીઠાઈ (મનોકામના પૂર્તિ માટે).• નોરતુ ૯ મુ (સોમવારે ૧૯ ઓક્ટોબર ૨૦૨૬): મા સિદ્ધિદાત્રી ની પૂજા• નૈવેદ્ય: તલ, હલવો, પૂરી કે ચણા (સુખ-સમૃદ્ધિ અને સિદ્ધિઓ માટે).શાસ્ત્રી રાજદીપ જોષી (વેદાંત રત્ન)
Trending
- રવિવારે નવરાત્રી નો પ્રારંભ, માતાજી હાથી ઉપર બેસી પધારશે
- સાપ્તાહિક રાશિ ભવિષ્ય
- Ahmedabad દારૂડિયા પતિએ પત્ની સમક્ષ ‘સ્વેપિંગ’ની માગ કરી રેપ-મર્ડર કરાવવાની ધમકી આપી
- રોકાણ પર માસિક ૨ ટકા વળતરની લાલચ આપી ૧.૨૭ કરોડની Fraud
- Husbandએ પ્રેમિકા સાથે મળી આડા સંબંધમાં અડચણરૂપ પત્નીને મોતને ઘાટ ઉતારી
- Maharashtraના નાગપુર-અમરાવતી હાઇવે પર ૧૩.૫ ટન વિસ્ફોટકો ભરેલું કન્ટેનર પલટ્યું
- ઈન્ટરનેશનલ Criminal કોર્ટ પર પ્રતિબંધ મૂક્યો
- AI થી નકલી સીસીટીવી ફૂટેજ, ફેક વોઈસથી છેતરપિંડી વધ્યા

