Surendranagar,તા.10
ધ્રાંગધ્રાથી કુડા ગામ તરફનો માર્ગ છેલ્લા કેટલાય સમયથી બિસ્માર છે તેવામાં હવે કુડા રોડ પરની નર્મદા કેનાલના બ્રિજને બંધ કરી દેવાતા આઠ ગામના ગ્રજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
કુડા, વિરેન્દ્રગઢ, જેસડા, એજાર, નિમકનગર, નરાળી સહિતના રણકાંઠાના ગ્રામ્ય વિસ્તારોના રહીશોને ધ્રાંગધ્રા સુધી પહોંચવા આ પ્રકારના બિસ્માર રોડ પરથી ફરજિયાત નીકળવું પડે છે. આ સાથે રણકાંઠામાં ઉત્પાદન થતું મીઠાને હેરફેર કરવા માટે એક માત્ર ધ્રાંગધ્રા કુડા રોડ વિકલ્પ છે ત્યારે કચ્છ અમદાવાદ હાઈવેને જોડતા આ રોડ છેલ્લા કેટલાક સમયથી બિસ્માર હોવાથી અનેક વારંવાર મસમોટા ખાડા અકસ્માત પણ સર્જાયા છે અને કેટલાક ગ્રામજનોના જીવ પણ ગયા છે ત્યારે આઠ ગામના ગ્રામજનોને પડતી હાલાકી લઈ વારંવાર રજૂઆત છતાં હજુ સુધી તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી નહીં થતા તંત્ર સામે ગ્રામજનોમાં પણ રોષ જોવા મળે છે.