Ahmedabad,તા.10
માંડલ તાલુકાના વિઠલાપુર ગામમાં પરિણીત મહિલાએ પોતાના રહેણાંક મકાનમાં અગમ્યો કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધુ છે. બનાવ અંગે વિઠલાપુર પોલીસે તપાસ હાથ ધરી છે.
માંડલ તાલુકાના વિઠલાપુર ગામમાં રહેતા જતુબા ભાવુભા નટુભાઈ સોલંકી (ઉં.વ.૩૭)એ પોતાના રહેણાંક મકાનમાં રસોડામાં સિલિંગ પંખા સાથે કપડું બાંધીને અગમ્યો કારણોસર ગળે ફાંસો ખાઈ લીધો છે. ઘટનાની જાણ થતા વિઠલાપુર પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને વિરમગામની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડી તપાસ હાથ ધરી છે. આત્મહત્યાનો કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી પરંતુ ઘર કંકાસને લઈને આપઘાત કર્યાનું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.