Upleta, તા.10
રાજકોટ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક અશોક કુમારએ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ લોકોમાં સુરક્ષા અને સલામતી અનુભવાય તે માટે અસામાજી ગુંડા તત્વો વિરૂધ્ધ શિક્ષાત્મક કાર્યવાહી થાય તે અન્વયે રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજિક તત્વો વિરૂધ્ધ કાયદાકીય પગલા લેવા સુચના આપવામાં આવેલ હોય.
જે અન્વયે રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જર દ્વારા અસામાજીક પ્રવૃતી કરતા અસામાજીક તત્વો ઉપર પગલા લેવા માર્ગદર્શન આપેલ હોય તે મુજબ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ-જુગાર, શરીર સબંધી ગુન્હાઓ, મિલ્કત સબંધી ગુન્હાઓ, ગેરકાયદેસર ખનન તેમજ વારંવાર ગુન્હાઓ કરવાની ટેવવાળા ઇસમો વિરૂધ્ધ `પાસા’ (ગુજરાત પ્રિવેન્સન ઓફ એન્ટી સોશીયલ એકટીવીટીઝ એકટ-1985) તળે કાર્યવાહી કરવા સુચના આપેલ હતી.
જેથી ઉપલેટા પો.સ્ટે. વિસ્તારમાં વિપુલ પ્રમાણમાં ગે.કા. ઇગ્લીશ દારૂના કેશમા પકડાયેલ આરોપી દીપ ઉર્ફ ટીલ્યો કીરીટભાઇ રાઠોડ જાતે દરજી ઉ.વ. 33 રહે. કૃષ્ણકેક ઓઇલમીલ રોડ વિજયનગ સોસાયટી બ્લોક નંબર 19, ઉપલેટા વાળા વિરૂધ્ધ પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ઓડેદરા એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ. આર.વી.ભીમાણી એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય નાઓ દ્વારા ગે.ક ઇગ્લીશ દારૂ વેચાણના ગુન્હા આચરનાર ઇસમ વિરૂધ્ધ પાસા પ્રપોઝલ તૈયાર કરી જિલ્લા મેજીસ્ટ્રેટ, રાજકોટ તરફ મોકલતા રાજકોટ જિલ્લાના જિલ્લા મેજીસ્ટ્રેટ શડો. ઓમ પ્રકાશ દ્વારા મજકુર ઇસમની પાસ મંજુર કરી ઇસમને અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવા હુકમ કરેલ છે.