Mehsana,તા.10
ગુજરાતમાં એક નવી પહેલમાં રીજયોનલ વાઈબ્રન્ટ સમીટનું મહેસાણામાં થયેલા આયોજનના પ્રથમ દિવસે જ રાજયની આગામી સમયની ઔદ્યોગીક હરણફાળનો એક નવો યુગ શરૂ થઈ રહ્યો છે તે સંકેત મળી ગયા છે.
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને પ્રારંભ થયેલા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે જાહેરાત કરી હતી કે દેશના સૌથી આધુનિક ઔદ્યોગીક ક્ષેત્ર ધોલેરામાં ઉદ્યોગ-સેવાઓ માટેની આધુનિક વિમાની મથક સહિતની સર્જવાની કામગીરી અંતિમ તબકકામાં છે અને જૂન 2026 સુધીમાં તેની તમામ ઈન્ફ્રાસ્ટ્રકચર સુવિધા તૈયાર થઈ જશે.
ગુજરાત એ ઔદ્યોગીક વિકાસમાં `સ્કાય ઈઝ ધ લીમીટ’ જેવી તકો ધરાવતુ રાજય હોવાનો સંકેત આપતા આ વાઈબ્રન્ટ ગુજરાત રીજયોનલ કોન્ફરન્સમાં જાપાન-વિયેટનામ સહિતના અનેક દેશોના ટોચના ડિપ્લોમેટ તથા વ્યાપાર-ઉદ્યોગ ક્ષેત્રના પ્રતિનિધિઓ હાજર રહ્યા છે. 2047 સુધીમાં ગુજરાતને 3.5 ટ્રીલીયન ડોલર ઈકોનોમી બનાવવાની ક્ષમતા સાથેના માસ્ટર પ્લાન જાહેર કરાયો હતો.
રાજયના 6 આર્થિક ઝોનમાં રૂા.15 લાખ કરોડનું નવું રોકાણ અને 2.8 કરોડ રોજગાર સર્જનનો અભિગમ રખાયો છે. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વીની વૈષ્ણવની હાજરીમાં જણાવ્યું કે હવે આધુનિક ટેકનોલોજી સાથે રાજયમાં 6 સ્માર્ટ જીઆઈડીસી સ્થાપવામાં આવશે જેમાં ટેકનોલોજી આધારિત ઉદ્યોગોને માટે ખાસ સુવિધા હશે.
મહેસાણાની ગણપતિ યુનિ. ખાતેના સમારોહમાં મુખ્યમંત્રી એ જણાવ્યું કે ભવિષ્ય માટે ગુજરાત વૈશ્વિક ધોરીમાર્ગ બનશે. રાજયમાં છેલ્લા 24 વર્ષમાં 68.9 બીલીયન ડોલરનું રોકાણ આવ્યુ છે જે અને આજે ગુજરાત એ દેશના ઉત્પાદનમાં 18%નો ફાળો આપે છે.
શ્રી પટેલે જણાવ્યું કે 2024ની વાઈબ્રન્ટ ગુજરાત સમીટમાં જે 7100 એમઓયુ ઉતર ગુજરાત માટે થયા હતા તેમાં 72% હાલ અમલી બની પણ ગયા છે. ગુજરાતમાં રેલવે સુવિધા અંગે કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે છેલ્લા 11 વર્ષમાં રાજયમાં 2764 કિમીના નવા રેલવે ટ્રેક તૈયાર કરાયા છે. જે ડેનમાર્કના પુરા રેલવે નેટવર્ક જેટલા છે. તેઓએ કહ્યું કે ગુજરાત સેમીકન્ડકટર હાલ પણ બની ગયુ છે.
જેમાં 1.25 લાખ કરોડનું રોકાણ થયુ છે અને ગુજરાતમાં 30 જાપાનીઝ જ કંપનીઓ હવે આવી રહી છે. આ સમારોહમાં ઈન્ડીયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)નો નવા પ્રોજેકટ ગુજરાતમાં સ્થપાશે તેવી જાહેરાત ઈસરોના ચેરમેન ડો. વી.નારાયણને કરી હતી. તેઓએ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ સાથેની વન-ટુ-વન બેઠકમાં રાજયમાં નવા પ્રોજેકટ માટે જમીનની માંગણી કરી છે.
જેમાં તાત્કાલીક પ્રોજેકટ રીપોર્ટ અપાશે. આ સમયે હાલમાંજ સ્પેસ લેબમાં જઈ આવેલા ભારતના અવકાશયાત્રી શુભાંશુ શુકલા પણ હાજર હતા. રાજયના ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે ગુજરાતનું ઉત્પાદન આઉટપુટ રૂા.1.5 લાખ કરોડથી રૂા.22 લાખ કરોડ બન્યુ છે.
આ સમીટમાં વિશ્વબેન્કના દક્ષિણ એશિયા બાબતોના ઉપપ્રમુખ જોહનેરા ઝુટ્ટ જાપાન તથા વિયેટનામના રાજદૂત વિ. હાજર હતા.