Mumbai,તા.10
ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપડા ભલે વિદેશમાં સ્થાયી થઈ ગઈ છે, પરંતુ તે ભારતીય પરંપરા સાથે જોડાયેલી છે. તે માત્ર દિવાળી-હોળી જ નહીં, પણ કરવા ચૌથ પણ ખૂબ જ ધામધૂમથી સેલિબ્રેટ કરે છે.
હંમેશની જેમ આ વર્ષે પણ પ્રિયંકા ચોપડા પોતાના પતિ નિક જોનસ માટે કરવા ચૌથનું વ્રત રાખશે. દેશી ગર્લે તેના પતિ સાથે કરવા ચૌથની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. તેણે સોશિયલ મીડિયા પર તેની ઝલક પણ શેર કરી છે.પ્રિયંકા ચોપડાએ કરવા ચૌથના એક દિવસ પહેલા પોતાના હાથ પર પતિના નામની મહેંદી લગાવી છે. એક્ટ્રેસે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોતાની મહેંદીનો એક વીડિયો અને તસવીર શેર કરી છે. એક વીડિયોમાં તેણે પોતાના પતિનું અસલી નામ ફ્લોન્ટ કર્યું છે. પ્રિયંકા ચોપડાએ પોતાના હાથોમાં પતિનું નામ નિકોલસ લખાવ્યું છે. જ્યારે બીજી તસવીરમાં તેણે પોતાના બંને હાથોની મહેંદી ફ્લોન્ટ કરી છે. પ્રિયંકા ચોપડા અને નિક જોનસે વર્ષ 2018માં રાજસ્થાનમાં ધામધૂમથી લગ્ન કર્યા હતા. લગ્ન પછી ભલે પ્રિયંકા પોતાના પતિ સાથે લોસ એન્જલસમાં સ્થાયી થઈ ગઈ છે, પરંતુ તે ત્યાં દિવાળી-કરવા ચૌથ સહિત તમામ તહેવારોને સેલિબ્રેટ કરે છે. બંનેની એક દીકરી પણ છે જેનું નામ માલતી મેરી ચોપડા છે.પ્રિયંકા ચોપડાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે વર્ષો પછી ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વાપસી કરી રહી છે. તે એસએસ રાજામૌલીની મોસ્ટ એન્ટીસિપેટેડ ફિલ્મ ‘એસએસએમબી 29’ કરી રહી છે. આ ફિલ્મમાં તે મહેશ બાબુ સાથે સ્ક્રીન શેર કરશે. આર માધવન પણ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવશે. હાલમાં શૂટિંગ ચાલી રહ્યું છે, અને તેની રિલીઝ તારીખ અંગે કોઈ અપડેટ નથી.