Mumbai,તા.10
મી ટુ વિવાદમાં સપડાવાના કારણે બોલીવૂડમાંથી બહાર ફેંકાઈ ગયેલા સાજિદ ખાનનું પુનરાગમન થયું છે. તે એક રોમાન્ટિક ફિલ્મ બનાવી રહ્યો છે. આ ફિલ્મ માટે ગોવિંદાના દીકરા યશવર્ધન તથા ‘લાપત્તા લેડીઝ’ની હિરોઈન નીતાંશી ગોયલને ઓફર કરાઈ હોવાનું કહેવાય છે.
સાજિદ ખાન લાંબા સમયથી કમબેક માટે પ્રયાસ કરી રહ્યો હતો. તે જોન અબ્રાહમની એક ફિલ્મ પણ કરવાનો હતો પરંતુ કોઈ કારણસર એ પ્રોજેક્ટ આગળ વધ્યો ન હતો.
સાજિદ છેલ્લા કેટલાય સમયથી પોતાની ઈમેજ સુધારવા પ્રયાસ કરી રહ્યો હતો. તેણે એક રિયાલિટી શોમાં પણ ભાગ લીધો હતો. ફિલ્મ પ્રોડયૂસર સંગઠને તેના પરનો પ્રતિબંધ ૨૦૧૯માં જ ઉઠાવી લીધો હતો. સાજિદ મી ટુના વિવાદમાં ફસાયો તે પહેલાં ‘હે બેબી’ તથા ‘હાઉસફૂલ’ સહિતની ફિલ્મોનું દિગ્દર્શન કરી ચૂક્યો છે.