Mumbai,તા.10
પ્રિયંકા ચોપરા અને મહેશબાબુની આગામી ફિલ્મને ‘વારાણસી’ ટાઈટલ અપાયાનું કહેવાય છે. અત્યાર સુધી આ ફિલ્મને ‘એસએસએમબી ૨૯ ‘ એવું વર્કિંગ ટાઈટલ અપાયું હતું. એક તબક્કે આ ફિલ્મ માટે ‘જેન૬૩’ ટાઈટલ પણ વિચારાયું હતું.
એસ એસ રાજામૌલી દ્વારા બનાવાઈ રહેલી આ ફિલ્મમાં વારાણસીનું બેકગ્રાઉન્ડ હોવાથી આ ટાઈટલ અપાયું છે. શૂૂટિંગ માટે હૈદરાબાદમાં જ વારાણસી શહેરનો ભવ્ય સેટ રચવામાં આવ્યો છે.
પ્રિયંકા અને મહેશબાબુ પર બે ડાન્સ સોંગ પણ ફિલ્માવાશે. થોડા સમય પહેલાં મહેશબાબુ તથા પ્રિયંકા ફિલ્મનાં શૂટિંગ માટે આફ્રિકા પહોંચ્યાં હતાં.