Karachi,તા.૧૦
એશિયન ક્રિકેટ કાઉન્સિલના વડા મોહસીન નકવીને એશિયા કપ ૨૦૨૫ ટ્રોફી વિશે પૂછવામાં આવતા કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. ગયા મહિને, ભારતે દુબઈમાં પાકિસ્તાનને હરાવીને ૨૦૨૫નો એશિયા કપ જીત્યો હતો. ફાઇનલ પછી, સૂર્યકુમાર યાદવના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમે નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.
નકવી, જે પાકિસ્તાનના ગૃહમંત્રી પણ છે, સ્ટેડિયમથી ટ્રોફી અને વિજેતા ખેલાડીઓના મેડલ તેમની હોટલમાં લઈ ગયા. પરિણામે, ભારતીય ટીમને ઔપચારિક રીતે ટ્રોફી આપવામાં આવી ન હતી. મીડિયા અહેવાલો અનુસાર, એશિયા કપ ટ્રોફી હવે અમીરાત ક્રિકેટ બોર્ડ પાસે છે. જોકે, ટ્રોફી ક્યારે અને કેવી રીતે ભારતને સોંપવામાં આવશે તે સ્પષ્ટ નથી.
આ અઠવાડિયે, નકવી પાકિસ્તાની સ્પિનર અબરાર અહેમદના લગ્ન રિસેપ્શનમાં હાજરી આપી હતી. જોકે, તેમને પાકિસ્તાની મીડિયા તરફથી તીખા પ્રશ્નોનો સામનો કરવો પડ્યો. પાકિસ્તાનના ટીઓકે સ્પોર્ટ્સ (ટાઈમ્સ ઓફ કરાચી) દ્વારા શેર કરાયેલા એક વીડિયોમાં નકવી મીડિયાના પ્રશ્નોને ટાળીને તેમની કાર તરફ ચાલતા જતા જોવા મળે છે, જ્યાં પાકિસ્તાની ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી તેમને કારમાં લઈ ગયા હતા.
વિડિઓમાં એક પત્રકારે પૂછ્યું, “એશિયા કપ ટ્રોફીનું ભવિષ્ય શું છે?” નકવીએ કોઈ જવાબ આપ્યો નહીં અને પ્રશ્ન ટાળવા માંગતા દેખાયા. તેમણે પોતાના દેશના મીડિયા સામે મૌન જાળવી રાખ્યું છે. એશિયા કપ દરમિયાન ધમકીઓ આપનાર નકવી મૌન રહ્યા અને હસતા હસતા પોતાની કારમાં બેઠા.
નકવી પર જવાબદારી સંહિતા અને ઔપચારિક પ્રોટોકોલનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. વિજેતા ભારતીય ટીમને ટ્રોફીથી દૂર રાખીને, તેમણે છઝ્રઝ્ર વડા તરીકેની પોતાની ફરજોનું ઉલ્લંઘન કર્યું અને સ્થાપિત ઔપચારિકતાઓનું પણ ઉલ્લંઘન કર્યું. આનાથી ક્રિકેટ વહીવટીતંત્રની પ્રતિષ્ઠાને ગંભીર નુકસાન થયું.બીસીસીઆઇએ સ્પષ્ટ કર્યું છે કે તે આઇસીસી સમક્ષ આ મુદ્દો ઉઠાવશે.
આ બાબતની ચર્ચા આગામી આઇસીસી બેઠકમાં કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બીસીસીઆઇ નકવી પર મહાભિયોગ ચલાવવાની પણ માંગ કરી રહ્યું છે.બીસીસીઆઇ કહે છે કે નકવીના કથિત વર્તન અને પ્રોટોકોલ ઉલ્લંઘનથી એશિયન ક્રિકેટ એસોસિએશન અને આઇસીસી બંનેની પ્રતિષ્ઠાને નુકસાન થયું છે.