Washington તા.13
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝા યુદ્ધ સમાપ્ત થઈ ગયું હોવાની જાહેરાત કરી છે. ઇઝરાયલ અને હમાસ ટૂંક સમયમાં કેદીઓની આપ-લે કરશે. ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, ઇઝરાયલ અને હમાસ વચ્ચેનો યુદ્ધવિરામ કરાર જળવાઈ રહેશે, કારણ કે લોકો હવે આ યુદ્ધથી કંટાળી ગયા છે. યહૂદીઓ, મુસ્લિમો અને આરબ દેશો બધા આ કરારથી ખુશ થશે.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, “બધા ખુશ છે, પછી ભલે તે યહૂદીઓ હોય, મુસ્લિમો હોય કે આરબ દેશો. ઇઝરાયલ પછી, અમે ઇજિપ્ત જઈ રહ્યા છીએ અને અમે બધા શક્તિશાળી અને મોટા દેશો, ખૂબ જ શ્રીમંત દેશો અને અન્ય દેશોના નેતાઓ સાથે મળીશું, અને તેઓ બધા આ કરારમાં સામેલ છે.”
જ્યારે પૂછવામાં આવ્યું કે, શું ઇઝરાયલ અને હમાસ વચ્ચેનો યુદ્ધ સમાપ્ત થઈ ગયું છે, ત્યારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, “યુદ્ધ સમાપ્ત થઈ ગયું છે.” ઇઝરાયલ અને હમાસ વચ્ચેનો યુદ્ધવિરામ કરાર ટકશે, ત્યારે તેમણે કહ્યું, “મને લાગે છે કે તે ટકશે. તેના ટકવાના ઘણા કારણો છે. પરંતુ મને લાગે છે કે લોકો તેનાથી કંટાળી ગયા છે.”