Rajkot તા.14
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા બે ત્રણ દિવસથી સવારના ભાગે શિયાળાનું આગમન થતુ હોય તે પ્રકારનું વાતાવરણ સર્જાય છે અને ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે જો કે બપોરે 32થી 35 ડિગ્રી સુધી મહતમ તાપમાન થઈ જતા ગરમી અનુભવાય છે.
દરમ્યાન આજરોજ રાજયમાં 6 સ્થળોએ 20 ડિગ્રી આસપાસ લઘુતમ તાપમાન નોંધાયુ હતું જયારે નલિયામાં 18 ડિગ્રી અને રાજકોટ શહેરમાં 19.7 ડિગ્રી સાથે ઠંડકનો અહેસાસ થવા પામ્યો હતો. સવારના ભાગે પવનની ઝડપ પણ 8થી 10 કી.મી. સુધી રહેતા ઠંડી અનુભવાઈ હતી.
જયારે જામનગરમાં પણ ધીરે ધીરે શિયાળાની છાંટ વર્તાઇ રહી છે. વહેલી સવારે ઠંડક અને બપોરના ગરમી જેવું વાતાવરણ જોવા મળ્યું છે. મિશ્ર ઋતુ શરૂ થઈ છે અને શિયાળાનું ધીરે-ધીરે આગમન શરૂ થઈ ચૂક્યું છે.
ત્યારે હવામાન ખાતાએ પણ ચોમાસુ રાજયભરમાંથી વિદાય લેશે તેવી જાહેરાત કરી છે ત્યારે જામનગર શહેરમાં પણ શિયાળો ધીમે ધીમે દસ્તક રહ્યો છે તો બીજી તરફ જામનગર શહેરમાં લઘુત્તમ તાપમાનનો પારો 1.5 રહયો છે.
જામનગર શહેરમાં લઘુતમ તાપમાનમાં 1 ડિગ્રીનાં વધારા સાથે 21.5 ડિગ્રી અને મહતમ તાપમાનમાં આંશિક વધારા સાથે 33 ડિગ્રી નોંધાયું છે.તો શહેરના વાતાવરણમાં ભેજનું પ્રમાણમા નોંધાયું હતું.અને પવનની ગતિ પ્રતિકલાક 3..6 કિમિ નોંધાઇ.