Ahmedabad, તા.14
વરસાદે નવરાત્રિના કેટલાક નોરતા તો બગાડ્યા હતા. હવે દિવાળી પણ બગડવાની છે. આગામી દિવાળી, બેસતું વર્ષ, ભાઈબીજ જેવા તહેવારોમાં કમોસમી વરસાદ ખાબકે તેવી શકયતા સેવાઈ રહી છે. હજી ગત અઠવાડિયા સુધી વરસાદ ગુજરાતમાં વરસીને સત્તાવાર રીતે વિદાય લઈ ચુક્યો છે.
ત્યારે હવે ફરીથી માવઠાના સ્વરૂપે વરસીને લોકોનાં તહેવારની મજા બગાડવા આવી રહ્યો છે. નવરાત્રી પૂર્ણ થયા છતાં આ વર્ષે વરસાદ ખાબક્યો છે. જો કે, હવે માવઠું થશે તો ખેડૂતોને ખૂબ નુકસાન થશે તેમાં નવાઈ નહીં. હવામાન વિભાગે દિવાળીના તહેવારોમાં કમોસમી વરસાદથી તહેવાર ટાણે રંગમાં ભંગ પાડે તેવી શકયતા વ્યક્ત કરી છે.
દિવાળીના તહેવારમાં દક્ષિણ ગુજરાતના રાજ્યોમાં માવઠું થશે. જેમાં તાપી, ડાંગ, સુરત, વલસાડ, નવસારીમાં માવઠાની અસર જોવા મળશે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ કમોસમી વરસાદ ખાબકશે. જેમાં અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ અને દીવમાં પણ વરસાદી માહોલ રહેશે.
હવામાન વિભાગના ડાયરેક્ટરે દિવાળીના દિવસોમાં કમોસમી માવઠાનો માર પડે અને દિવાળીના રંગમાં ભંગ પડે તેવી શક્યતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, આ દિવસોમાં દક્ષિણ ગુજરાતના તાપી, ડાંગ, સુરત, વલસાડ, નવસારીમાં માવઠાની અસર જોવા મળશે.
તો અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ વરસાદી માહોલ જોવા મળશે. વરસાદનો સમયગાળો 16 થી 19 ઓક્ટોબર સુધીનો છે. જેમાં છૂટો છવાયો વરસાદ આવશે.
16 ઓક્ટોબરે તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની શક્યતા છે. 17 ઓક્ટોબર ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની શક્યતા છે.
18 ઓક્ટોબર ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની શક્યતા છે. તો 19 ઓક્ટોબર ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ આવી શકે છે.