New Delhi,તા.15
દેશમાં તા.22 સપ્ટેમ્બરથી જીએસટીના દરમાં વ્યાપક ઘટાડા બાદ હાલ દિપાવલીના તહેવારોની ખરીદી અને જીએસટી ઘટાડાની અસર બન્ને રંગ લાવી રહી છે અને ઓટોથી લઈ કિરાના સર્વત્ર ખરીદીની ધુમ છે છતા પણ દર ઘટાડાની વાસ્તવિક અસર દિપાવલી બાદ જાન્યુ-ફેબ્રુઆરી માસ પછી જ જોવા મળશે અને તેથી હાલ જીએસટીની આવક વિ. પર સરકારની નજર છે.
આગામી વર્ષે જો જીએસટી આવકમાં રાજય તથા કેન્દ્ર સરકારને સંતોષ થાય તો હવે એક સૌથી મોટા સુધારામાં પેટ્રોલીયમ પેદાશોને પણ આગામી એપ્રિલ માસ બાદ જીએસટીમાં સામેલ કરાશે. સરકાર હવે જીએસટી સ્લેબ કે દરો સાથે કોઈ ફેરફાર કરવા માંગતી નથી.
આગામી 2 વર્ષ કે તેથી વધુ સમય તે યથાવત રખાશે અને તેની સાથે પેટ્રોલીયમ પેદાશોને જીએસટીમાં સમાવવાનો જે એજન્ડા છે તે પણ સરકાર પુરો કરવા માંગે છે. સૂત્રોના જણાવ્યા મુજબ જે 40 ટકાનો સર્વોચ્ચ સ્લેબ જે અલ્ટ્રા લકઝરી તથા શરાબ-સિગારેટ વિ. પર લાદવાનો છે તેમાં પણ સરકાર મોનેટરીંગ કરી રહી છે અને તેમાં વિમાની ઈંધણને પ્રથમ
સમાવાશે જે કુલ ટેક્ષ કલેકશનમાં ફકત 1.5%નો હીસ્સો ધરાવે છે. સરકારની કુલ જીએસટી આવક આ નાણાકીય વર્ષના પ્રથમ છ માસમાં 10.38 લાખ કરોડ થઈ છે અને હવે ઓકટો-નવે-ડિસેમ્બરના ડેટા પર નજર છે.