Washington,તા.15
ઈન્ડોનેશિયાના પ્રમુખ પ્રબોવો સુબિયાંતોએ ગઈકાલે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાતચીત કરતાં ટ્રમ્પના પુત્ર એરિકને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. સુબિયાંતોની આ ઈચ્છા સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. તમને જણાવી દઈએ કે, એરિક ટ્રમ્પ સરકારમાં કોઈ અધિકારી કે સત્તા પર નથી, તે માત્ર ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશનના એક્ઝિક્યુટીવ વાઈસ પ્રેસિડન્ટ છે.
ઈજિપ્તમાં ગાઝા ફોકસ્ડ સમિટ સંબોધિત કર્યા બાદ સુબિયાંતોએ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી. જેમાં માઈક્રોફોનમાં સુબિયાંતોની ટ્રમ્પના દિકરાને મળવાની ઈચ્છા રેકોર્ડ થઈ હતી. તેઓ વીડિયો ફુટેજમાં ચાલુ લાઈવ માઈક્રોફોનથી અજાણ હતાં, તેમનો આ વાર્તાલાપ રેકોર્ડ થઈ ગયો હતો.
સુબિયાંતોએ ટ્રમ્પ સાથે હાથ મિલાવી કહ્યું કે, પ્રદેશ સુરક્ષાના ધોરણે સુરક્ષિત નથી. શું હું એરિકને મળી શકું? જેનો જવાબ આપતાં ટ્રમ્પે કહ્યું કે, હું એરિકને તમારો સંદેશ આપીશ. એરિક વાસ્તવમાં ખૂબ સારો છોકરો છે. તેને હું તમારા વિશે જણાવીશ.
બાદમાં પ્રબોવોએ કહ્યું કે, અમે વધુ સારી જગ્યા શોધીશું. ટ્રમ્પે ફરીથી જવાબ આપ્યો કે, હું એરિકને કહીશ કે, તે તમને ફોન કરે. બાદમાં પ્રબોવોએ પૂછ્યું, એરિક કે ડોનાલ્ડ જુનિયર? ઈન્ડોનેશિયાના પ્રમુખ તરીકે સુબિયાંતો શા માટે ટ્રમ્પના દિકરાઓને મળવા માગે છે, ટ્રમ્પ પહેલાંથી જ સરકારમાં હોવાનો ફાયદો પોતાને બિઝનેસને કરાવ્યો હોવાની ટીકાઓનો સામનો કરી રહ્યા છે.