Junagadh તા.15
મહારાષ્ટ્રથી મેંદરડાના ગ્રામ્ય પંથકમાં મજુરી કામે આવેલા પરિવારની સગીરા દિકરીની અજાણ્યા શખ્સે છેડતી કરી ભાગી છુટયાની ફરીયાદ નોંધાતા મેંદરડા પોલીસે તપાસ હાથ ધરી છે.
પરપ્રાંતિય પરિવાર પેટીયુ રળવા ખેતીકામ કરવા મેંદરડાના ખેડુત પરીવારને ત્યાં મજુરી કામે આવેલ પરીવાર મજુરી કામે ગયા બાદ સાંજે પરત ઘરે આવેલ ત્યારે 11 વર્ષિય દિકરી હેબતાયેલી જોવા મળતા પરીવારજનોએ પુછતા બપોરના 3-30 વાગ્યાની આસપાસ એક અજાણ્યો શખ્સ બ્લુ કલરનો શર્ટ, મોઢા ઉપર દાઢી વાળો આવેલ અને છેડતી કરીને જતો રહ્યો હતો.
આ અંગે વાડી માલીકને જાણ કરતા તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા. સગીરાને લઈ મેંદરડા પોલીસમાં ફરીયાદ નોંધાવતા પીઆઈ પી.સી. સરવૈયાએ તપાસ હાથ ધરી છે. પોકસો સહિતની કલમો નોંધી આરોપીને ઝડપી લેવા અલગ અલગ ટીમો બનાવી શકમંદોની પુછપરછ હાથ ધરવામાં આવી છે.
પાઈપથી હુમલો
વેરાવળ આદિત્ય પાર્ક સોસાયટીમાં રહેતા ફરીયાદી હસમુખગીરી અમૃતગીરી અપારનાથી ઉ.37એ ફરીયાદમાં જણાવ્યા મુજબ આઠ માસ પૂર્વે આરોપી ભાવેશ ગૌસ્વામી, વેરાવળ છોકરી જોવા આવેલ તેમાં હસમુખગીરીએ ખરાબ અભિપ્રાય આપેલ જે મનદુ:ખમાં ગઈકાલે માળીયા આવેલા હસમુખગીરીને આરોપીઓ ભાવેશ ગૌસ્વામી અને તેનો સાગ્રીજ અરજણ ડાભી બન્નેએ લોખંડના પાઈપ માથામાં મારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવની તપાસ માળીયા પોલીસે હાથ ધરી છે.
વૃધ્ધાનો આપઘાત
જુનાગઢ મેઘાણીનગર પાસેના રોહિદાસપરામાં રહેતા 70 વર્ષના વાલીબેન રામભાઈ સોંદરવાએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર માટે ખસેડવામાં આવેલ જયાં તેમનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. એ ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.