Surat,તા.15
ભારતીય ન્યાય સંહિતા એટલે કે નવા BNS કાયદા હેઠળ સુરતમાં દુષ્કર્મના આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર આરોપી સુરેશ ફર્ફે સલમાન રામભાઉ ગોસ્વામીને દોષિત ઠેરવવામાં આવ્યો હતું. 1 જુલાઈ 2024ના ભારતીય ન્યાય સંહિતાનો અમલ થયો હતો અને 2 જુલાઈએ ગુનો નોંધાયો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર આરોપી સુરેશ ઉર્ફે સલમાન રામભાઉ ગોસ્વામી પાંચ વર્ષની બાળકીની બિસ્કિટ આપવાના બહાને પોતાના ઘરે લઈ ગયો હતો. ત્યારબાદ તેણે બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. આરોપી બાળકીના પાડોશમાં રહેતો હતો.
સુરેશની બાળકીના ઘરે અવર-જવર પણ રહેતી હતી. બાળકીના માતા-પિતા દિવસ દરમિયાન કામધંધાએ જતાં હોવાથી બાળકી દાદા-દાદી સાથે રહેતી હતી. જેથી સુરેશ નજીકમાં રહેતો હોવાથી પરિચિત પણ હતો.
સુરેશ આ બાળકીને બિસ્કિટ આપવાના બહાને લઈ ગયો હતો. પરંતુ બાળકી લાંબા સમય સુધી પરત ન આવતા દાદા-દાતી સુરેશના ઘરે પહોંચ્યા હતા. જ્યાં બાળકી લોહીલુહાણ હાલતમાં જોવા મળી હતી. પરિવારજનોએ બાળકીને સુરેશની પકડમાંથી છોડાવી હતી.
ત્યારબાદ સુરેશ ભાગી ગયો હતો, પરંતુ પોલીસે ગણતરીની કલાકોમાં તેની ધરપકડ કરી હતી. ભારતીય ન્યાય સંહિતાના કાયદા હેઠળ પોલીસે આ કેસમાં ઝડપી કાર્યવાહી કરી અને પુરાવા એકઠા કર્યા હતા. પોલીસે આ કેસમાં 16 દિવસમાં 240 પાનાની ચાર્જશીટ તૈયાર કરી હતી. હવે આ કેસમાં પોલીસે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે.