Amreli,તા.15
અમરેલી શહેરની મધ્યમાં આવેલ જૂના માર્કેટિંગ યાર્ડમાંથી પસાર થતી રાંધણ ગેસ પાઇપ લાઇન પાસે બે જે.સી.બી.થી ખોદકામ ચાલુ હોય અને ખોદકામ દરમ્યાન ત્યાંથી પસાર થતી ગુજરાત ગેસની પાઈપ લાઈનમાં લીકેજીંગ થવાના કારણે આગ લાગી લાગતા દિવાળીના તહેવારોના કારણે અફડા તફડી મચી જવા પામી હતી. જો કે ફાયર સ્ટેશન નજીકમાં જ હોય તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ અર્ધા કલાકની જહેમત બાદ આગને કાબુમાં લઈ લેવાતા લોકોએ રાહત અનુભવી હતી.
આ બનાવમાં જાણવા મળતી વિગત મુજબ અમરેલી શહેરની મધ્યમાં આવેલ જયુબેલી તરફ જવાના દરવાજા પાસે ગઇકાલ રાત્રે લગભગ 8-30 ના સમય આજુબાજુના સમયગાળામાં જૂના માર્કેટિંગ યાર્ડમાંથી પસાર થતી રાંધણ ગેસ પાઇપ લાઇન પાસે બે જે.સી.બી.થી ખોદકામ ચાલુ હોય અને ખોદકામ દરમ્યાન ત્યાં પસાર થતી ગુજરાત ગેસની પાઈપ લાઈનમાં કોઈ કારણોસર લીકેજીંગ થવાના કારણે આગ લાગતા દિવાળીના તહેવારોના કારણે અફડા તફડી મચી જવા પામી હતી. જો કે ફાયર સ્ટેશન નજીકમાં જ હોય તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ અર્ધા કલાકની જહેમત બાદ આગને કાબુમાં લઈ લેવાતા તમામ લોકોએ રાહત અનુભવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, દિવાળીના તહેવારના કારણે શહેરભરમાં ફટાકડાં સ્ટોલ જ્યાં ત્યાં ઉભા કરી દેવામાં આવ્યા છે. ત્યારે જૂના માર્કેટિંગ યાર્ડની આજુબાજુમાં પણ ફટાકડાની દુકાન તથા સ્ટોલ આવેલ હોય લોકોના જીવ થોડા સમય માટે તાળવે ચોંટી ગયા હતાં.