Rajkot,તા.16
શહેરમાં કાયદો-વ્યવસ્થાની ધજ્જિયા ઉડાડતી વધુ એક ઘટના બહાર આવી છે. જંગલેશ્વર મેઇન રોડ પરના રાધા કૃષ્ણનગરમાં સ્થિત વિક્રમ ચોકમાં ગઇકાલે રાત્રે ચોકમાં બેસવા બાબતેની માથાકૂટમાં ચાર આરોપીઓએ મળી ત્રણ યુવાનો પર છરી, તલવાર અને પાઇપ જેવા હથિયારો વડે હુમલો કર્યો હતો. જેમાં એક યુવાનને ગંભીર ઇજા થઇ હતી. સામા પક્ષે બે આરોપીઓ પણ પોતાની ઉપર તલવાર વડે હુમલો થયાની ફરિયાદ સાથે સિવિલમાં દાખલ થયા હતાં.
રાધા કૃષ્ણનગર શેરી નં. ૧૯/૨૦ના ખૂણે રહેતા અને કાંડા ઘડિયાળના ફીટીંગનું કામ કરતાં ચેતન ધીરૂભાઈ ચાવડા (ઉ.વ.૨૭)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગઇકાલે રાત્રે એક્ટિવા લઇ ઘરે આવતો હતો ત્યારે વિક્રમ ચોકમાં આરોપી વિશ્વજીત પ્રભાતભાઈ જળુ (ઉ.વ.૨૧), અરમાન મહેબુબભાઈ અજમેરી (ઉ.વ.૨૧) અને બે અજાણ્યા શખ્સોએ અટકાવી કહ્યું કે અહીં શેરીમાં આપણને બેસવાની કોણ ના પાડે છે, ના પાડે તો છરીના ગોદા મારી દેવા છે.