ધોળકામાં શિવ લહેરી ટ્રાવેલ્સ ધરાવતી કંપનીના માલિક દિનેશભાઈ ઠાકોર દ્વારા બાવળા દેથલથી પાવાગઢ દર્શન માટે ખાસ પ્રવાસની ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું હતું. બસમાં ૫૬ મુસાફરોને બેસાડવામાં આવ્યા હતા. આવવા જવાનું અંતર ૪૫૦ કિલોમીટર જેટલું થતું હોવાથી જમવાની નાસ્તાની વ્યવસ્થા પણ રખાઈ હોવાથી બસમાં ભોજનનો સામાન તથા ગેસનો બાટલો પણ રાખવામાં આવ્યો હતો. મંગળવારની મધ્યરાત્રિના ૧૨.૨૦ કલાકે આણંદ પાસે આવેલા ભૂમેલ બ્રિજ નજીક પાવાગઢ તરફથી આવતી લક્ઝરી બસમાં ડ્રાઈવરની કેબિનમાંથી ધૂમાડા નીકળતા શંકા જતા ડ્રાઈવરે બસને સાઈડમાં ઉભી કરી દીધી હતી. બસમાં ઊંઘી રહેલા તમામ મુસાફરોને ડ્રાઈવર અને ક્લીનરે ત્વરિત ઉતારી જાનહાનિ ના થાય માટે દૂર ઉભા રખાયા હતા. થોડી જ વારમાં લક્ઝરી બસ ભડભડ સળગી ઉઠી હતી. આગની ઘટનાથી રસ્તે જતા વાહન ચાલકો પણ ભયભિત થઈ ગયા હતા. કરમસદ આણંદ ફાયરબ્રિગેડની ગીમે આવી તાત્કાલિક આગ બુઝાવવામાં આી હતી. બસની કેબિનમાં શોર્ટસર્કિટ થવાથી આગળનો ભાગ બળીને ખાક થઈ ગયો હતો. ડ્રાઈવરની સમય સૂચકતાને કારણે તમામ મુસાફરોનો જીવ બચી ગયો હતો. બીજી બસની વ્યવસ્થા કરી મુસાફરોને સુરક્ષિત રવાના કરાયા હતા. પાવાગઢથી દર્શન કરીને બાવળા દેથલ પરત આવતા આ ઘટના સર્જાઈ હતી. આયોજક અને ટ્રાવેલ્સ કંપનીના માલિક દિનેશ ઠાકોરે વડતાલ પોલીસ મથકમાં આગની ઘટના અંગે ફરિયાદ નોંધાવી છે.
Trending
- વધુ પડતી ચા પીવાથી 5 હોર્મોન્સ પર અસર થઈ શકે છે
- Rajkot:ભાજપ પ્રમુખનું `બારાત’ જેવું સ્વાગત : `બુક’ આપવા લાઈન લાગી
- Gujarat માં ‘નો-રિપીટ’ ફોર્મ્યુલાનું પુનરાવર્તન, મુખ્યમંત્રી સિવાય તમામ નવા ચહેરા
- CJI પર જૂતું ફેંકનારા વકીલ વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે, SG Tushar Mehta
- Kane Williamson હવે લખનઉ સુપર જાયન્ટ્સનાં સ્ટ્રેટેઝીકલ ક્નસલ્ટન્ટનાં મહત્વનાં પદે
- ફૂલનદેવી હત્યા કેસનાં આરોપી શેરસિંહની Suratમાં ફિલ્મીઢબે રેલી
- બાવન વર્ષની વયે Malaika આઈટમ સોંગમાં : બે કરોડની ફી વસૂલી
- બોલિવૂડમાં કાળો જાદુ થાય છે! અભિનેત્રી Amrita Rao