દિવાળીના તહેવારોને ધ્યાને લઈ ગત ૩જી ઓક્ટોબરથી શહેરના એમ.જી. રોડ, જમાદાર શેરી, ખારગેટ, સુભાષનગર રોડ, ચિત્રા, તળાજા રોડ અને અન્ય વિસ્તારમાં આવેલી મીઠાઈ-ફરસાણ અને અન્ય ખાદ્ય પદાર્થનું વેચાણ કરતા વેપારીઓની પેઢીમાં મનપાની ફૂડ શાખા, આરોગ્ય વિભાગની ટીમે તપાસ કરી પનીર, ઘી, ખાદ્યતેલ, કાચો માલ-સામાન વગેરેનો સંગ્રહ અને વેચાણ કરતા ૪૩ જેટલા આસામીઓ પાસેથી ૬૬ નમૂના લઈ તપાસ અર્થે સરકારી પ્રયોગશાળામાં મોકલવાની કાર્યવાહી હાથ ધરી હતી. જે તપાસમાં ગત તા.૯-૧૦ના રોજ નાગરપોળના ડેલા પાસે આવેલ અરીહંત ઘી ભંડારમાંથી શંકાસ્પદ જણાતા લૂઝ ઘીનો નમૂનો લઈ લેબલ વગરના ૧૫ કિલોના ૧૪ ડબ્બા (અંદાજે કિ.રૂા.૧,૩૭,૨૦૦), તા.૧૪-૧૦ના રોજ અમીપરા સ્થિત એલિયા ઓઈલ ડેપોનાગોડાઉનમાંથી નમૂના લઈ ૫૦ પેક ડબ્બા (અંદાજે કિ.રૂા.૧,૦૮,૦૦૦) તેમજ સત્યનારાયણ રોડ પરની દેવ સેલ્સ એજન્સીમાંથી કૈલાશપતિ રિફાઈન્ડ કોટનસીડ ઓઈલના નમૂના લઈ ૭૫ પેક ડબ્બા (અંદાજે કિ.રૂા.૧,૬૨,૦૦૦) સીઝ કર્યા હતા. આ તમામ પેઢીઓ સામે નમૂના એનાલિસીસ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે.
Trending
- દીવો પ્રગટાવતી વખતે, ચોખા તેની નીચે રાખવાની ખાતરી કરો; તમને તેની અસર ઝડપથી દેખાશે.
- મને બાંધી રાખવામાં આવી હતી, ત્રાસ આપવામાં આવ્યો હતો અને ધમકી આપવામાં આવી હતી.Greta Thunberg
- Britain રશિયન તેલ કંપનીઓ સામે કાર્યવાહી કરી, ભારતીય કંપની પર પણ પ્રતિબંધો લાદ્યા
- ભારત હવે રશિયા પાસેથી તેલ ખરીદશે નહીં, મોદીએ આ વાતની ખાતરી આપી છે,Donalad-Trump
- Rakhi Sawant અને પૂર્વ પતિ આદિલ દુર્રાની વચ્ચેનો વિવાદ ઉકેલાયો, હાઇકોર્ટે એફઆઇઆર રદ કરી
- Hrithik Roshan નામ અને છબીના દુરુપયોગનો આરોપ લગાવીને દાવો દાખલ કર્યો
- Shilpa Shetty and Raj Kundra સાથે જોડાયેલા કેસમાં કંપનીના બેંક ખાતાઓની તપાસ
- Golmaal 5 ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, અજય-રોહિતની જોડી ફરી હિટ થશે?

