શહેરના હાદાનગર વિસ્તારમાં આવેલી સર્વોદય સોસાયટીમાં રહેતા સુરેશભાઈ શરદભાઈ રાઠોડ આજે બપોરના સમયે હોસ્પિટલેથી ઘરે જતાં હતા, તે દરમિયાન બપોરના ૧૨.૧૫ કલાકના અરસામાં બોરતળાવ વિસ્તારમાં આવેલા ગુરૂનગરના નાકે પહોંચતા તેમના સસરા મનસુખ નટુભાઈ પરમાર અને તેમના પત્નિ મીનાબેન સુરેશભાઈ રાઠોડે ભેગા મળી તેમના પર તિક્ષ્ણ છરી વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હત્યા કરી દીધી હતી. બનાવની જાણ થતાં બોરતળાવ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને હોસ્પિટલ ખસેડયો હતો. બનાવ અંગે મૃતકના નાનાભાઈ નિતીનકુમાર શરદભાઈ રાઠોડ (રહે.સર્વોદય સોસાયટી)એ બોરતળાવ પોલીસ મથકમાં મનસુખ નટુભાઈ પરમાર અને મીનાબેન સુરેશભાઈ રાઠોડ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમના મોટાભાઈ અને ભાભી વચ્ચે અવારનવાર ઝઘડા થતાં હોય અને ખાધા ખોરાકીનો કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો, જે મામલે તેમના ભાઈના પત્નિ અને સસરાએ મળીને હત્યા કરી હતી. આ અંગે બોરતળાવ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
Trending
- MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
- 17ઓક્ટોબર નું પંચાંગ
- 17ઓક્ટોબર નું રાશિફળ
- દીવો પ્રગટાવતી વખતે, ચોખા તેની નીચે રાખવાની ખાતરી કરો; તમને તેની અસર ઝડપથી દેખાશે.
- મને બાંધી રાખવામાં આવી હતી, ત્રાસ આપવામાં આવ્યો હતો અને ધમકી આપવામાં આવી હતી.Greta Thunberg
- Britain રશિયન તેલ કંપનીઓ સામે કાર્યવાહી કરી, ભારતીય કંપની પર પણ પ્રતિબંધો લાદ્યા
- ભારત હવે રશિયા પાસેથી તેલ ખરીદશે નહીં, મોદીએ આ વાતની ખાતરી આપી છે,Donalad-Trump
- Rakhi Sawant અને પૂર્વ પતિ આદિલ દુર્રાની વચ્ચેનો વિવાદ ઉકેલાયો, હાઇકોર્ટે એફઆઇઆર રદ કરી