New Delhi તા.16
ભારત રશિયા પાસેથી ક્રુડતેલ ખરીદી બંધ કરશે તેવા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના દાવા પર આજે વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરતા કહ્યું કે વિશ્વમાં જે રીતે ક્રુડતેલ સહિતના બજારોમાં અસ્થિરતા છે તેને ખ્યાલમાં રાખીને ભારત તેના નાગરિકોના હિતોની રક્ષાને પ્રાથમીકતા આપે છે.
દેશની આયાતનીતિનો મુખ્ય ધ્યેય પણ તે જ છે. જો કે ટ્રમ્પના દાવાનો સીધો જવાબ નહી આપતા વિદેશ મંત્રાલયના પ્રવકતા રણધીર જયસ્વાલે જણાવ્યું કે ભારત ગેસ અને ક્રુડતેલનો મોટો આયાતકાર દેશ છે.
તેથી અમારા વપરાશકારોના હિતો સૌથી મહત્વના બની રહે છે. અમેરિકા અંગે તેઓએ જણાવ્યું કે અનેક વર્ષોથી અમેરિકા પાસેથી ક્રુડતેલ વિગેરેની ખરીદી ચાલુ છે અને તેમાં વધારો થઈ રહ્યો છે અને તેમાં અમેરિકી તંત્રનો પણ સહકાર મળ્યો છે.