New Delhi તા.16
દેશમાં સોના અને ચાંદીના ભાવમાં થઈ રહેલા સતત વધારા વચ્ચે હવે પ્રથમ વખત ચેન્નઈમાં ચાંદીનો ભાવ રૂા.2 લાખ પ્રતિકિલોનો નોંધાયો છે. 206 રૂપિયા પ્રતિગ્રામના હિસાબે ચેન્નઈમાં 1 કિલોનો ભાવ રૂા.206000 નોંધાયો હતો અને આગામી દિવસોમાં દેશના અન્ય રાજયોમાં પણ ચાંદી રૂા.2 લાખને પાર થઈ જશે તેવા સંકેત છે.
ધનતેરસ પહેલા જ સોનાના ભાવમાં જબરો ઉછાળો આવશે. ચેન્નઈમાં જે રીતે ચાંદી મોંઘી થઈ છે તે મુજબ વૈશ્વિક બુલિયન ટ્રેન્ડને વધુ જવાબદાર ગણવામાં આવે છે અને આ ઉપરાંત આટલા ઉંચા ભાવે પણ રોકાણકારોની માંગ વધી રહી છે તેવો દાવો કરવામાં આવે છે.
માનવામાં આવે છે કે, ગ્લોબલ રેલી બહુ લાંબી ચાલશે નહી અને ચાંદીના ભાવમાં આગામી સમયમાં થોડો ઘટાડો પણ નોંધાઈ શકે છે છતાં જે રીતે ચેન્નઈમાં જે નવો ભાવ નોંધાયો છે તે એક નવો રેકોર્ડ બતાવે છે અને બીજી તરફ એમસીએકસ સિલ્વરમાં ડિસેમ્બરનું ટ્રેડીંગ 1.64 લાખ પ્રતિકિલોનું થઈ રહ્યું છે અને ધનતેરસ અને દિવાળીની માંગના કારણે તે વધી શકે છે.