Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Global Instability વચ્ચે સ્થાનિક સંસ્થાઓ દ્વારા ખરીદીનો માહોલ…!!!

    October 16, 2026

    આજનું રાશિફળ

    October 16, 2026

    Rajkot: જામજોધપુર ઘુનડા ગામ પરિણીતાનો અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત

    October 16, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Global Instability વચ્ચે સ્થાનિક સંસ્થાઓ દ્વારા ખરીદીનો માહોલ…!!!
    • આજનું રાશિફળ
    • Rajkot: જામજોધપુર ઘુનડા ગામ પરિણીતાનો અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત
    • Rajkot: રોડ ક્રોસ કરતા રાહદારીનુ વાહનની ઠોકરે મોત
    • Rajkot: માધાપરમાં આધેડનો ગળેફાંસો ખાઈ આપઘાત
    • Rajkot રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયું ૨૦૨૬નું સમાપન
    • Mangrol નજીકના શેરીયાજ બારાના દરીયામાંથી બે માછીમારોના મૃતદેહ મળી આવતા ચકચાર
    • Jamnagar મનપાના કર્મચારીના મોતના પ્રકરણમાં વ્યાજના વિષચક્રની આશંકા, તપાસનો ધમધમાટ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, October 16
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Rahul Gandhiનો હાઇડ્રોજન બોમ્બ ફુસ્સ થઈ ગયો
    રાષ્ટ્રીય

    Rahul Gandhiનો હાઇડ્રોજન બોમ્બ ફુસ્સ થઈ ગયો

    Vikram RavalBy Vikram RavalOctober 16, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રાજનાથ સિંહે કોંગ્રેસ પર રાજકીય લાભ માટે ચૂંટણી પ્રક્રિયા અને સંસ્થાઓ સામે સવાલો ઉઠાવવાનો આરોપ પણ લગાવ્યો

    New Delhi, તા.૧૬

    રક્ષામંત્રી રાજનાથ સિંહે મતચોરીના આરોપોને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે Rahul Gandhiના મતચોરીના દાવાઓને ફગાવતાં કહ્યું કે રાહુલ ગાંધીએ જેને ‘હાઇડ્રોજન બોમ્બ’ ગણાવીને આખા દેશમાં ભારે દેકારો કર્યો હતો, તે આખરે દિવાળીના ફટાકડા જેવો પણ સાબિત થયો નથી. રાજનાથ સિંહે કોંગ્રેસ પર રાજકીય લાભ માટે ચૂંટણી પ્રક્રિયા અને સંસ્થાઓ સામે સવાલો ઉઠાવવાનો આરોપ પણ લગાવ્યો હતો.

    રાજનાથ સિંહે દાવો કર્યો કે, રાહુલ ગાંધીએ મતદાર યાદીમાં ગેરરીતિના આરોપો લગાવીને ક્યારેક ૭૦ વર્ષની મહિલાનું નામ બે જગ્યાએ હોવાની વાત કરી હતી, તો ક્યારેક ૩૫ વર્ષની મહિલાને ૧૨૪ વર્ષની મતદાર બનાવી દીધી. તેમણે સામાન્ય નાગરિકોને ફેક મતદાર (નકલી મતદાર) ગણાવીને બદનામ કરવાનો પ્રયાસ કર્યો, પણ વોટ ચોરીનો આ મામલો રાજકીય નાટક નીકળ્યું.

    તેમણે કહ્યું કે સત્તા પરિવર્તન, વિરોધ અને રસ્તા પરથી રસ્તો કાઢવા જેવા શબ્દપ્રયોગો પાછળ અરાજકતા ઊભી કરીને સત્તા મેળવવાનો પ્રયાસ દેખાય છે. રાજનાથ સિંહે એવો પણ આક્ષેપ કર્યો કે આવા પ્રયાસો દેશની અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડી શકે છે અને યુવાનોને રાજકીય સંઘર્ષ તરફ ધકેલી શકે છે.

    રાજનાથ સિંહે કહ્યું કે રાહુલ ગાંધી અને તેમના સાથીઓએ સમજવું જોઈએ કે કોઈને પણ દેશમાં અરાજકતા ફેલાવવાની છૂટ આપી શકાય નહીં. તેમણે રાહુલ ગાંધીને વિરોધ અને અવરોધની રાજનીતિ છોડીને સંવાદ દ્વારા પ્રશ્નો ઉકેલવા તથા રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપવા અપીલ કરી હતી. તેમણે સુપ્રીમ કોર્ટની ટિપ્પણીનો ઉલ્લેખ કરતાં પણ પોતાના આક્ષેપોને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કર્યો હતો.

    કોંગ્રેસ પર નિશાન સાધતાં રાજનાથ સિંહે ભૂતકાળની ઘટનાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે દેશમાં લાદવામાં આવેલી ઈમરજન્સી, ૧૯૮૪માં શીખ સમુદાય સામે થયેલી હિંસા અને કારસેવકો પર ગોળીબારની ઘટનાઓ યાદ અપાવી હતી. તેમણે આરોપ લગાવ્યો કે આજે પણ બંધારણીય સંસ્થાઓને નિશાન બનાવવામાં આવી રહી છે. રાહુલ ગાંધી પર કટાક્ષ કરતાં તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી સંવિધાનને ખિસ્સામાં રાખીને અરાજકતા ફેલાવી રહ્યા છે.

    ચૂંટણી પંચની કામગીરી અંગે પણ રાજનાથ સિંહે કોંગ્રેસ પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે દાવો કર્યો કે ૧૯૯૦માં રાતોરાત બે ચૂંટણી કમિશનરોની નિમણૂક કરવામાં આવી હતી. નવીન ચાવલાને મુખ્ય ચૂંટણી કમિશનર બનાવવામાં આવ્યા હતા અને જ્યારે તેમના પર ગંભીર આરોપ લાગ્યા, ત્યારે કોંગ્રેસે તેમનો બચાવ કર્યો હતો. તેમણે એમ.એસ. ગિલનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેઓ મુખ્ય ચૂંટણી કમિશનર રહ્યા બાદ કેન્દ્ર સરકારમાં મંત્રી બન્યા હતા.

    રાજનાથ સિંહે વધુમાં કહ્યું કે અગાઉ મતદાર ઓળખપત્ર વિના પણ ચૂંટણીઓ યોજાતી હતી. જ્યારથી મતદારોને ઓળખ પત્ર મળ્યા છે, ત્યારથી કોંગ્રેસ માટે બહુમતી મેળવવી મુશ્કેલ બની ગઈ છે અને તે ક્યારેય એકલા સત્તામાં આવી શકી નથી.

    આ મુદ્દે કટાક્ષ કરતાં તેમણે સવાલ કર્યો હતો કે આ મતચોરી હતી કે પછી કામચોરી? તેમણે ભારપૂર્વક કહ્યું કે ભાજપે હંમેશાં બંધારણીય સંસ્થાઓનું સન્માન કર્યું છે.

    રાજીવ ગાંધીની હત્યા બાદ ચૂંટણી સ્થગિત કરવાના નિર્ણયનો ઉલ્લેખ કરતાં રાજનાથ સિંહે સવાલ કર્યો હતો કે, એક ઉમેદવારના મૃત્યુથી આખી ચૂંટણી સ્થગિત થતી નથી, તો રાજીવ ગાંધીના મૃત્યુ બાદ ચૂંટણી પ્રક્રિયા શા માટે સ્થગિત કરવામાં આવી હતી? તેમણે કોંગ્રેસ પર હિંસા અને સત્તા પરિવર્તન જેવા મુદ્દાઓ દ્વારા રાજકીય હારનો બદલો લેવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ સાથે તેમણે બાંગ્લાદેશ જેવી પરિસ્થિતિ ઊભી કરવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો દાવો પણ કર્યો હતો.

    રાજનાથ સિંહે રાહુલ ગાંધીને અમેઠી લોકસભા બેઠકનો ઉલ્લેખ કરીને પણ સવાલ કર્યો હતો કે શું તેઓ સમાજવાદી પાર્ટીના સહયોગ વિના અમેઠી જીતી શકે? કોંગ્રેસ કાર્યાલયમાં થયેલી મારામારીનો ઉલ્લેખ કરતાં તેમણે કોંગ્રેસને પહેલાં પોતાની આંતરિક સ્થિતિ પર ધ્યાન આપવાની સલાહ આપી હતી.

    સમગ્ર મુદ્દે રાજનાથ સિંહે ફરી દાવો કર્યો હતો કે રાહુલ ગાંધીના મતચોરીના આરોપો જનતા સમક્ષ ટકી શક્યા નથી અને તેમનો કહેવાતો ‘હાઇડ્રોજન બોમ્બ’ ફૂસ્સ થઈ ગયો છે.

    Rahul Gandhi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticlePatna: નીતીશ કુમાર માટે મેં ૯ લોકોની હત્યા કરાવી
    Next Article Sanwaliya Sheth મંદિરમાં ભાવિક ભક્તોએ દિલ ખોલીને દાન આપ્યું
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    CJPના વિરોધ પ્રદર્શનથી દિલ્હીના ખાન માર્કેટથી કનોટ પ્લેસ સુધીનો વ્યવસાય ઠપ્પ

    October 16, 2026
    મુખ્ય સમાચાર

    બાંગ્લાદેશ જેવી ઘટનાઓથી પ્રેરિત વિપક્ષ દેશમાં અરાજકતા ફેલાવીને સત્તા મેળવવા માંગે છે, સંરક્ષણ મંત્રી Rajnath Singh

    October 16, 2026
    રાષ્ટ્રીય

    આ વર્ષે દિવાળી પર Firecrackers ખરીદવા ગ્રાહકો માટે ખૂબ મોંઘા પડી શકે છે

    October 16, 2026
    રાષ્ટ્રીય

    Sanwaliya Sheth મંદિરમાં ભાવિક ભક્તોએ દિલ ખોલીને દાન આપ્યું

    October 16, 2026
    રાષ્ટ્રીય

    કેન્દ્ર સરકારે કર્મચારીઓ માટે ૩૦ દિવસનું Bonus મંજૂર કર્યું

    October 16, 2026
    રાષ્ટ્રીય

    Taxની આવક ૧૩% વધી રૂ. ૧૩.૩૮ લાખ કરોડ થઈ

    October 16, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹146,730
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹134,500
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹202,100
    લાઈવ રેટ્સ • અપડેટ: 16-10-2026 21:20
    Categories
    Latest News

    Global Instability વચ્ચે સ્થાનિક સંસ્થાઓ દ્વારા ખરીદીનો માહોલ…!!!

    October 16, 2026

    આજનું રાશિફળ

    October 16, 2026

    Rajkot: જામજોધપુર ઘુનડા ગામ પરિણીતાનો અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત

    October 16, 2026

    Rajkot: રોડ ક્રોસ કરતા રાહદારીનુ વાહનની ઠોકરે મોત

    October 16, 2026

    Rajkot: માધાપરમાં આધેડનો ગળેફાંસો ખાઈ આપઘાત

    October 16, 2026

    Rajkot રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયું ૨૦૨૬નું સમાપન

    October 16, 2026
    Search
    Main News

    બાંગ્લાદેશ જેવી ઘટનાઓથી પ્રેરિત વિપક્ષ દેશમાં અરાજકતા ફેલાવીને સત્તા મેળવવા માંગે છે, સંરક્ષણ મંત્રી Rajnath Singh

    October 16, 2026

    આ વર્ષે દિવાળી પર Firecrackers ખરીદવા ગ્રાહકો માટે ખૂબ મોંઘા પડી શકે છે

    October 16, 2026

    કેન્દ્ર સરકારે કર્મચારીઓ માટે ૩૦ દિવસનું Bonus મંજૂર કર્યું

    October 16, 2026

    Pm Modiએ લદ્દાખમાં આશરે ૩,૩૫૦ કરોડના પાંચ મુખ્ય વિકાસ પ્રોજેક્ટ્‌સનું ઉદ્ઘાટન કર્યું

    October 15, 2026

    Pm Modiએ વર્લ્ડ સ્કિલ કોમ્પિટિશનના સહભાગીઓ સાથે મુલાકાત કરી

    October 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Global Instability વચ્ચે સ્થાનિક સંસ્થાઓ દ્વારા ખરીદીનો માહોલ…!!!

    October 16, 2026

    આજનું રાશિફળ

    October 16, 2026

    Rajkot: જામજોધપુર ઘુનડા ગામ પરિણીતાનો અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત

    October 16, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.