Rajkot તા.૧૬ઃ
શહેરના નીલકંઠ સિનેમા પાસે ચાલીને રોડ ક્રોસ કરી રહેલા ૮૦ વર્ષીય વૃધ્ધને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર મળે તે પહેલા જ તબીબે વૃધ્ધને મૃત જાહેર કર્યા હતા ઘટનાની જાણ થતા ભક્તિનગર પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યું હતું
આ અંગે મળતી માહિતી મુજબ શહેરમાં દિવસે અને દિવસે અકસ્માતના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે ત્યારે કોઠારીયા રોડ ઉપર સૂર્યદીપ સોસાયટીમાં રહેતા પરસોત્તમભાઈ મોહનભાઈ પરમાર ઉંમર વર્ષ ૮૦ વર્ષીય વૃધ્ધ ગત તા ૧૪ ના રોજ રાત્રે ચાલીને નીલકંઠ સિનેમા પાસે રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહનને ઠોકરે લેતા ૧૦૮ મારફતે તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર મળેતે પહેલા વૃધ્ધએ દમ તોડ્યો હતો ઘટનાની જાણ થતા ભક્તિનગર પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહ અને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો આ અંગે મૃતક સંતાનમાં બે પુત્ર બે પુત્રીએ પરિવારનો સ્તંભ ગુમાવતા પરિવારમાં ગમગીની છવાઈ હતી આ અંગે ભક્તિનગર પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધવા તજવીજ અને શોધખોળ હાથ ધરી છે

