(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૧૭ઃ
Morbi સિરામિક ફેકટરીમાંથી ઉધારમાં માલ મેળવી ૭૮૬૫ બોક્સ ટાઈલ્સના મંગાવી ૪૫ દિવસની ક્રેડીટ મેળવી હતી જે ઓર્ડર કંપનીએ સમયસર પૂર્ણ કરી આપ્યો હતો પાંચ ગાડીમાં ટાઈલ્સના બોક્સનો માલ મોકલી દીધા બાદ મુંબઈના વેપારીએ મોબાઈલ ફોન બંધ કરી નાખ્યો હતો અને રૂ ૪૪.૭૪ લાખની ચીટીંગ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે
મોરબીના લીલાપર ગામ રામજી મંદિર પાછળ રહેતા ભરતભાઈ પ્રાગજીભાઈ છત્રોલા (ઉ.વ.૩૮) વાળાએ આરોપી રજનીકાંત પોપટભાઈ ખોખર રહે મુંબઈ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી રંગપર ગામ નજીક વેલેન્ઝા ગ્રેનીટો એલ એલ પી કારખાનામાં ભાગીદાર છે તા. ૨૭-૦૪-૨૦૨૬ ના રોજ કંપનીમાં માર્કેટિંગ કામ સંભાળતા જીતભાઈ વાસજાળિયાને કંપનીના મોબાઈલ પર અજાણ્યા મોબાઈલ નંબર પરથી ફોન આવ્યો અને સામેની વ્યક્તિએ રજનીકાંત ખોખર બોલતા હોવાનું જણાવ્યું હતું જેને મુંબઈ ખાતે પ્રેખેતુ વેન્ચર્સ એલ એલ પી નામની પેઢી છે તેને મુંબઈમાં મોટું કન્સ્ટ્રકશન કામ ચાલે છે અને ક્રેડીટમાં ટાઈલ્સનો માલ આપવા ઈચ્છુક હોય તો તમારી સાથે વેપાર કરવા માંગીએ છીએ તેવું જણાવ્યું હતું
રજનીકાંતભાઈ ખોખર સાથે કંપનીના જીતભાઈ અવારનવાર ફોન પર કોન્ટેકટમાં રહેતા હતા અને પરિચય થયો હતો બાદમાં રજનીકાન્તભાઈ ખોખરે મોરબીથી અમારી ગાડીઓ ભરાય છે તમે ટાઈલ્સના સેમ્પલો મોકલી આપો કહ્યું હતું અને સેમ્પલ મોકલ્યા હતા જે સેમ્પલ પસંદ આવ્યા અને કંપનીને ૭૮૬૫ બોક્સ ટાઈલ્સની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું અને ભાવતાલ નક્કી કર્યા હતા માલનું પેમેન્ટ ૪૫ દિવસ પછી ચુકવવા વિશ્વાસ આપી વાયદો કર્યો હતો પરંતુ આરોપી રજનીકાંતભાઈ ખોખરને કંપનીના જીતભાઈ ક્યારેય મળ્યા ના હતા જેથી સ્થાનિક કોઈ વ્યક્ત સાથે સંપર્ક કરાવો તેમ વાત કરી હતી જેથી મીલેનીયમ સિરામિક વાળા ઓળખે છે તેના કોન્ટેક નંબર આપું છું કહીને મોબાઈલ નંબર આપ્યા હતા અને જીતભાઈએ મોબાઈલ પર ફોન કરતા મીલેનીયમ ટાઈલ્સ નામ લખેલું આવતું હતું અને વાત કરતા રજનીકાંતભાઈ વેપારી માણસ છે અમારી પાસે અવારનવાર માલ ખરીદે છે તેવી વાત થઇ હતી
જેથી રજનીકાંત ખોખરે ફેકટરીમાં માર્કેટિંગ સંભાળતા જીત વાસજાળિયાને મોબાઈલ ફોનમાં વિશ્વાસમાં લઈને મીલેનીયમ સિરામિક વાળા પોતાના ઓળખીતા હોવાનું જણાવી વેલેન્ઝા સિરામિકમાંથી અલગ અલગ ડીઝાઈનની કુલ ૭૮૬૫ બોક્સ ટાઈલ્સ કીમત રૂ ૪૪,૭૪,૯૮૫ રાજ શક્તિ રોડવેજ ટ્રાન્સપોર્ટથી ભરી આપી હતી બાદમાં આરોપીએ ફોન બંધ કરી દીધો હતો આમ મુંબઈના રજનીકાંત ખોખરે વિશ્વાસ કેળવી રૂ ૪૪.૭૪ લાખની ટાઈલ્સ ઉધાર મંગાવી બાદમાં પેમેન્ટ નહિ ચૂકવી તેમજ ફોન બંધ કરી ઠગાઈ કર્યાની ફરિયાદ નોંધાવી છે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

