Australia,તા.17
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી વન ડે સીરીઝ પહેલા વિરાટ કોહલી અને રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા પહોંચતા માહોલ જોશથી ભરાઈ ગયો છે. ભારતીય ટીમ હાલ પર્થમાં અભ્યાસ સત્રમાં લાગી છે, જયાં એક નાનકડા ફેનને કોહલીનો ઓટોગ્રાફ મળતા તે ખુશીથી ઉછળી રહ્યાનો એક વડિયો વાયરલ થયો છે. જે સોશિયલ મીડિયામાં ધૂમ મચાવે છે.
વીડિયોમાં જોવા મળે છે કે, એક નાનકડો પ્રશંસક વિરાટ કોહલીના ઓટોગ્રાફ મળ્યા બાદ મેદાનમાં ખુશીથી ઉછળતો- કૂદતો જોવા મળે છે. તે મેદાનની ચારે બાજુ ફરીને પોતાની ખુશી વ્યકત કરે છે જાણે તેની જિંદગીની સૌથી મોટી ઈચ્છા પૂરી થઈ ગઈ હોય. ફેનનો આ માસૂમ ઉત્સાહ ક્રિકેટ પ્રેમીઓને સ્પર્શી ગયો અને કેટલાક કલાકોમાં વીડિયો વાયરલ થઈ ગયો.