Upleta,તા.18
ઉપલેટાના ચેક રિર્ટન કેસમાં આરોપીને છ માસની સજા અને રૂ।.બે લાખનું વળતર ચૂકવવા ઉપલેટાની કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવેલ છે.આ અંગેની વિગતો એવી છે કે ઉપલેટા નાં રહેવાસી ફરીયાદી લક્ષ્મણભાઈ ટપુભાઈ વાઢીયા, એ ઉપલેટાના વતની આરોપી યાસીનભાઈ રફીકભાઈ કાલીયા, ને નાણાની અંગત જરૂરીયાત પડતા રૂા. 2,00,000/- આપેલા ને તેમનાં બદલે ફરીયાદી નાં નામજોગ નો યુનીયન બેંક ઓફ ઈન્ડીયા ઉપલેટા શાખાનો રૂા. 2,00,000/- તા. 3/7/2023 ચેક લખી આપેલ તેથી લક્ષ્મણભાઈ ટપુભાઈ વાઢીયા ને ચેકનાં નાણા પરત મેળવવા ચેક બેંક માં જમાં કરાવતા ચેક અપુરતા ભંડોળ હોવાનાં કારણે શેરા ચેક રીટર્ન થતા. ફરીયાદીને તેની લેણી રકમ વસુલ ન મળતા ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ ની ક. 138 મુજબ નોટીસ આપવા છતા આરોપીએ ફરીયાદી ને રકમ ન ચુકવતા આરોપી સામે ઉપલેટા ની કોર્ટે માં ધારાશાસ્ત્રી સંજયભાઈ.સી.રાવલ, મારફત ફરીયાદ દાખલ કરેલ.
જે અંગેનો કેસ ચાલી જતા ફરીયાદી તરફે ઉચ્ચ અદાલતો નાં સિધાન્તો ટાંકી ધારદાર દલીલો કરેલ જેની સાથે સહમત થઈ તા. 13/10/2025 નાં રોજ ઉપલેટાનાં જયુડી.ફ.ક.મેજીસ્ટ્રેિટ ડી.વાય.પટેલ દ્વારા ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ ની ક. 138 મુજબનાં ગુનામાં તકસીરવાન ઠરાવી આરોપી યાસીનભાઈ રફીકભાઈ કાલીયાને છ માસની સજા અને ફરીયાદી ને રૂા.ર,00,000/- વળતર પેટે ચુકવવાનો હુકમ કરેલ છે. આ કેશમાં ફરીયાદી તરફે ઉપલેટાનાં ધારાશાસ્ત્રી સંજયભાઈ. સી. રાવલ, તથા અંકિતભાઈ એમ. ચાવડા, રોકાયેલા હતા.