Prabhaspatan,તા.18
ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી જયદિપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ સુત્રાપાડા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી આર.એચ.લોહ તથા પો.હેડ કોન્સ મનોજભાઇ કરશનભાઇ બાંભણીયા , ભાવેશભાઈ ગોવિદભાઇ મોરી , પો.કોન્સ. જગદીશભાઇ જેઠાભાઇ ડોડીયા , બાબુભાઇ સાર્દુળભાઇ રામ તથા ભાવેશભાઇ જીણાભાઇ ડાંગોદરાએ પોલીસ સ્ટાફ સુત્રાપાડા પોલીસ સ્ટેશન ખાતે હાજર હોય, તે દરમ્યાન પો.કોન્સ. જગદીશભાઇ જેઠાભાઇ ડોડીયાને બાતમી હકીકત મળેલ કે, ટ્રક રજી નંબર-GJ-32-V-9198નો ચાલક પોતાના હવાલા વાળા ટ્રકની અંદર ભારતીય બનાવટના વિદેશીનો જથ્થો લઇને સુત્રાપાડા તરફ આવે છે.
જે બાતમી હકીકત આધારે પોલીસ સ્ટાફ સુત્રાપાડા ટાઉન ચોકીની બાજુમાં વોચમા રહેલ હોય, તે દરમ્યાન ઉપરોક્ત નંબર વાળો ટ્રક આવતા રોકાવી ચેક કરતા ટ્રકની ડ્રાઇવર કેબીનમાંથી બે બાચકાઓમાં ભરેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો મળી આવેલ, જે ટ્રકના ડ્રાઇવરનું નામઠામ પુછતા સુત્રાપાડા તાલુકાના કદવાર ગામ નામ નરેશભાઇ કાનજીભાઇ બામણીયા ઉ.વ.25 ધંધો.ડ્રાઇવીગ હોવાનું જણાવેલ તેમજ આ દારૂ રાખવા બાબતે પોતાની પાસે કોઇ પાસ પરમીટ ન હોવાનું જણાવતા હોય, જેથી બન્ને બાચકાઓમાંથી મળી આવેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ (1) રોયલ ચેલેન્જ ફીટનેશ પ્રિમિયમ વ્હીસકી 750 મીલીની બોટલો નંગ-21 કિં.રૂ.27,300 (2) ઈમ્પીરીયલ બ્લુ હેન્ડ પીકેડ ગ્રેઇન વ્હીસકી 75-મીલીની બોટલો નંગ 18 કિં.રૂ.19,800/- મળી કુલ કિં.રૂ.47,300/-નો પ્રોહિ મુદામાલ તથા દારૂની હેરાફેરીમા ઉપયોગમા લીધેલ ટ્રક રજી.નંબર GJ-32-V-9198 જેની કિં.રૂ.20,00,000/- મળી કુલ કિં.રૂ.20,47,300/-નો મુદ્દામાલ તપાસ અર્થે કબ્જે કરેલ છે. તેમજ સુત્રાપાડા પોલીસ સ્ટેશન ગુ.ર.નં. પ્રોહિ કલમ 81,65(ઇ),99,98(2) મુજબનો ગુન્હો દાખલ કરી ધોરણસર કાર્યવાહી કરવામા આવેલ છે.
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી આર.એચ.લોહ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી સુત્રાપાડા પોલીસ સ્ટેશન મનોજભાઈ કરશનભાઇ બાંભણીયા પો.હેડ કોન્સ. ભાવેશભાઇ ગોવિદભાઈ મોરી પો.હેડ કોન્સ. , જગદીશભાઇ જેઠાભાઇ ડોડીયા પો.કોન્સ.,બાબુભાઇ સાર્દુળભાઈ રામ પો.કોન્સ ,ભાવેશભાઇ જીણાભાઇ ડાંગોદરા પો.કોન્સ. સુત્રાપાડા પોલીસ સ્ટેશન નો સ્ટાફ જોડાયેલા હતા