New Delhi,તા.18
માર્ચમાં ચેમ્પિયન્સ ટ્રોફી પૂર્ણ થયા પછી, કિંગ તરીકે જાણીતા વિરાટ કોહલી ટીમ ઈન્ડિયા માટે ફરી એકવાર મેદાનમાં ઉતરશે. કોહલી હવે ફક્ત ODI ક્રિકેટમાં સક્રિય છે, ટેસ્ટ અને ઝ20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે. ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચની ODI શ્રેણી શરૂ થવાની છે, જેમાં કોહલી પણ ભાગ લેશે.
વનડેમાં બીજા ક્રમે સૌથી વધુ રન બનાવનાર
વિરાટ કોહલી ત્રણ મેચની શ્રેણીમાં ફક્ત 53 રન બનાવીને વનડેમાં બીજા ક્રમે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની શકે છે. હાલમાં, શ્રીલંકાના કુમાર સંગાકારા 14,234 રન સાથે બીજા સ્થાને છે, અને વિરાટ કોહલી 14,181 રન સાથે ત્રીજા સ્થાને છે.
એક જ ફોર્મેટમાં સૌથી વધુ સદી બનાવનારા ખેલાડીઓ
સચિન તેંડુલકરના નામે 51 ટેસ્ટ સદી છે, જ્યારે વિરાટ કોહલીના નામે પણ 51 ઘઉઈં સદી છે. જો તે આ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર માત્ર એક વધુ ODI સદી ફટકારે છે, તો તે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડીને એક જ ફોર્મેટમાં સૌથી વધુ સદીઓ બનાવનાર બેટ્સમેન બની જશે.
વિદેશમાં 30 સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન
વિરાટ પાસે હાલમાં વિદેશમાં 29 સદી છે. જો તે ઓસ્ટ્રેલિયામાં બીજી સદી ફટકારે છે, તો તે વિદેશમાં 30 સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બનશે.