Anand,તા.18
આણંદના નાયબ મામલતદાર સહિત બે જણાને લાંચના કેસમાં કોર્ટે સજા ફટકારી છે.જેમાં આણંદ સેસન્સ કોર્ટે આણંદના નાયબ મામલતદાર,મહેસુલ જીતેન્દ્રસિંહ કે વાળાને ચાર વર્ષની સાદી કેદની સજા તથા દંડ ન ભરે તો વધુ ત્રણ માસ અને રૂ.25,000ના દંડની સજા ફટકારી હતી. તેમજ અન્ય કલમ હેઠળ પાંચ વર્ષની સાદી કેદ અને રૂ.25,000નો દંડ અને દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજા ફટકારી હતી.
જ્યારે અન્ય આરોપી (પ્રજાજન) અશોક આર.પરમારને મદદગારી કરવા બદલ ત્રણ વર્ષની સાદી કેદ અને પાંચ હજારનો દંડ તથા દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સજા ફટકારી હતી.આ કેસની વિગત મુજબ આ કેસના ફરિયાદીના મિત્રએ આણંદના બોરીયાવી ગામની સીમમાં ખેતીલાયક જમીન વેચાણે લીધી હતી.
આ જમીનના સાત બારની નકલમાં તેમના નામ ચઢાવવા માટે આણંદના નાયબ મામલતદારે કાચી નોંધ પાકી કરવા માટે રૂ।.35,000ની લાંચ માંગી હતી. જેમાં જીતેન્દ્રસિંહે ફરિયાદીને લાંચની રકમ અશોક પરમારને આપવા જણાવ્યું હતું. જેમાં બન્ને વિરૂધ્ધ લાંચનો ગુનો નોંધાયો હતો