Mumbai,તા.18
લગ્નજીવનનો એક એવો અદ્ભૂત પ્રસંગ છે, જે જિંદગીભર યાદ રહે છે. આ પ્રસંગ દરેકના જીવનમાં એક અનેરી સ્મૃતિથી ભરી દે છે. ઘણા લોકો તો બાળપણથ આ ઉત્સવ જીવનમાં કેવી રીતે ઉજવવો તે નક્કી કરી રાખે છે. અને તેને અનુસરે છે. આવું જ એક સ્વપ્ન અભિનેત્રી અવિકા ગોરે નિહાળ્યું હતું. તેણે છેક બાળપણથી એવું નક્કી કરી રાખ્યુ ંહતું કે તે કોર્ટમાં લગ્ન કરશે અથવા તો ભવ્ય લગ્ન કરશે, જેની નોેંધ વિશ્વભરમાં થાય! તમે માનશો આવિકા ગોરનું સ્વપ્ન સાકાર થયું છે અને નોંધ વિશ્વભરમાં લેવાઈ રહી છે. અવિકા ગોર અને તેના મંગેતર – ઉદ્યોગ-સાહસિક મિલિન્દ ચંદવાની (૩૪)નાં લગ્ન ૩૦ સપ્ટેમ્બરે ટેલિવિઝનના રિયાલિટી શોમાં થયાં. આ લગ્નની સૌથી રસપ્રદ બાબત તો એ છે કે આ લગ્નની ઉજવણી એક રિયાલિટી શોના ભાગ રુપે ટેલિવિઝન પર પ્રસારિત કરવામાં આવી.
નેશનલ ટેલિવિઝનના રિયાલિટી શોમાં લગ્ન કરવા વિશેના તેના નિર્ણય વિશે પૂછવામાં આવતા ૨૮ વર્ષની આ અભિનેત્રી કહે છે કે, ‘આ એક ખૂબ જ વ્યક્તિગત નિર્ણય હતો. ૨૦૦૮થી લોકોની નજરમાં છું અને મનેજે પ્રેમ મળ્યો છે તે ખૂબ જ અદ્ભૂત રહ્યો છે. હું ઈચ્છતી હતી કે મારા પ્રેક્ષકો પણ આ ખાસ ક્ષણનો ભાગ બને, કોઈક રીતે મેં દર્શાવ્યું છે.’ આ સાથે જ અવિકા ઉમેરે છે, ‘હું હંમેશા મારા માતાપિતાને કહેતી કે હું કાતો કોર્ટ-મેરેજ કરીશ અથવા તો એક ભવ્ય લગ્ન કરીશ જેની આખી દુનિયા ઉજવણી કરશે. એવું લાગે છે કે મારું બાળપણનું સ્વપ્ન સાકાર થયું.’
આ સાથે જ અવિકા ગોરે એવો ખુલાસો પણ કર્યો છે કે તેના પરિવાર અને મિલિન્દના પરિવારે આ નિર્ણયને ટેકો આપ્યો છે.
‘સેટ પર લગ્નનું આમંત્રણ જાહેર થયું ત્યારે મારી મમ્મી ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી. નવરાત્રિના પહેલા દિવસે મેં સિધ્ધિવિનાયક મંદિરની મુલાકાત લઈ લીધી. હું ઈચ્છતી હતી કે મારા જીવનની આ અદ્ભૂત અને ખાસ ક્ષણનો મારા દર્શકો પણ હિસ્સો બને અને તે વાત સાચી ચરિતાર્થ થશે,’ એમ અવિકાએ ઉમેર્યું હતું.