Morbi,તા.19
મેઘપર ઝાલા ગામે રહેતી પરિણીતાને દારૂ પીવાની ટેવ વાળો પતિ શારીરિક અને માનસિક દુખ ત્રાસ આપતો હતો જેથી કંટાળી ગયેલ પત્નીએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો જે બનાવ અંગે મરવા મજબુર કર્યાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે
મૂળ ટંકારાના ગણેશપર ગામ હાલ મોરબીના બેલા (રંગપર) ગામે રહેતા દેવાભાઈ સંભુભાઈ ચાડમીયાએ આરોપી રમેશભાઈ અજમલભાઈ વાઘેલા રહે મેઘપર ઝાલા તા. ટંકારા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીની દીકરી લક્ષ્મીબેન રમેશભાઈ વાઘેલાના પતિ રમેશભાઈ દારૂ પીવાની ટેવ વાળા હતા અને ઘરકામ બાબતે અવારનવાર મ્હેણાં ટોણા મારી શારીરિક અને માનસિક દુખ ત્રાસ આપતો હતો જેથી ફરિયાદીની દીકરી લક્ષ્મીબેને ગત તા. ૧૭ ના રોજ ઝેરી દવા પી આપઘાત કર્યો હતો ટંકારા પોલીસે આરોપી પતિ વિરુદ્ધ મરવા મજબુર કર્યાની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે