Morbi,તા.19
હિન્દુઓનો સૌથી મોટો તહેવાર દિવાળી પર્વ આવી પહોંચ્યું છે ત્યારે દિવાળી પૂર્વે મોરબીની બજારોમાં ખરીદી માટે ગ્રાહકોની ભીડ જોવા મળી હતી રવિવારે સામાન્ય રીતે રજાનો દિવસ ગણાય છે પરંતુ દિવાળી તહેવારને કારણે આજે મોરબીની બજારોમાં ખુબ ભીડ જોવા મળી હતી શહેરના નગર દરવાજા ચોકમાં આવેલ મુખ્ય બજારમાં આજે દિવાળીની ખરીદીની રોનક જોવા મળી હતી દિવાળીના રંગોળીના કલર, કપડા, બુટ ચપ્પલ તેમજ ઘર સુશોભન માટેની ચીજવસ્તુઓની ખરીદી માટે ગ્રાહકો ઉમટી પડ્યા હતા અને સારી ઘરાકીને કારણે વેપારીઓમાં ખુશી જોવા મળી હતી નગર દરવાજા ચોકમાં ચાલવા માટે પણ જગ્યા બચી ના હતી અને ગ્રાહકો હોશભેર દિવાળીની ખરીદી માટે બજારમાં આવી પહોંચ્યા હતા