Morbi,તા.19
મોરબી શહેર ઓદ્યોગિક હોવા છતાં નગરપાલિકા તંત્ર દ્વારા પુરતી સુવિધાઓ આપવામાં આવતી ના હતી તેવી વ્યાપક રાવ જોવા મળતી હતી અને મહાનગરપાલિકા બનાવ્યા બાદ હવે કામો ઝડપી થશે અને મોરબી નગરીનો સારો વિકાસ થશે તેવું સૌ કોઈ માની રહ્યા હતા અને મનપા તંત્ર પણ ધડાધડ કામગીરી કરતું જોવા મળે છે દિવાળી પર્વે તંત્રએ સુશોભન માટે લાઈટો લગાવી હતી જેમાં ૪૦ જેટલી લાઈટ ચોરાઈ હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે
મોરબી મહાનગરપાલિકા દ્વારા દિવાળી પર્વને ધ્યાને લઈને શહેરના દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે શહેરના જાહેર માર્ગો પર રોશનીનો જગમગાટ કરવામાં આવ્યો છે અને સાથે જ અનેક સ્થળોએ સુશોભન માટે લાઈટો લગાવી છે જોકે મોરબીવાસીઓ આ બધાને લાયક ના હોય તેમ લાગી રહ્યું છે કારણકે સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલથી સર્કીટ હાઉસ સુધીના મેઈન રોડ પર ડિવાઈડર વચ્ચે લગાવેલી ૪૦ જેટલી પામ અને એલઇડી લાઈટની ચોરી થઇ છે જે અંગે મહાપાલિકા ટીમે બી ડીવીઝન પોલીસ મથકમાં જાણ કરી છે અગાઉ કામો થતા નથી તેવી ફરિયાદો કરનાર મોરબીના નાગરિકો હવે મહાપાલિકા તંત્ર સુશોભન લાઈટો લગાવે છે તે કાઢીને લઇ જતા હોય છે તો આમાં તંત્રનો શું વાંક ?