Morbi,તા.19
માળિયાના મોટા દહીંસરા અને વર્ષામેડી વચ્ચે ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ યુવાનના કરુણ મોત થયા છે તેમજ મોરબી તાલુકાના ઝીંઝુડા અને પીપળીયા ચાર રસ્તા પાસે બે અકસ્માતમાં અજાણ્યા વાહનની ઠોકરે બે યુવાનના મોત થયા છે
મોરબી અને માળિયા તાલુકામાં શનિવારે રાત્રીના 3 અકસ્માત સર્જાયા હતા જેમાં કુલ પાંચ વ્યક્તિના મોત થયા છે જેમાં માળિયાના મોટા દહીંસરા વર્ષામેડી ગામ વચ્ચે રીક્ષા સાથે બુલેટ અને બાઈક અથડાતા ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો જે ટ્રીપલ અકસ્માતની ઘટનામાં સમીર રહેમાન મુસાણી રહે મકરાણીવાસ મોરબી, રહીમ અવેસ સંધવાણી રહે કાજરડા અને ઇમરાનશા સમીરશા શાહમદાર રહે મકરાણીવાસ મોરબી એમ ત્રણ યુવાનોના મોત થયા હતા ઝીંઝુડા ખાતે ઉર્ષમાં જતી વખતે અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ આશાસ્પદ યુવાનના મોત થયા હતા ઉપરાંત બે વ્યક્તિને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા હતા
મોરબી તાલુકાના ઝીંઝુડા નજીક સોલંકીનગર પાસે બાઈક લઈને જતા યુવાનને અજાણ્યા વાહનચાલકે ઠોકર મારી હતી અકસ્માતમાં બાઈક ચાલક લિયાકત અસગર શેડાત નામના યુવાનનું મોત થયું હતું તેમજ પીપળીયા ચાર રસ્તા પાસે બાઈક લઈને જતા હરેશભાઈ લાભુભાઈ ગણેશીયા નામના યુવાનનું અજાણ્યા વાહનની ઠોકરે મોત થયું હતું ત્રણેય બનાવો અંગે મોરબી અને માળિયા પોલીસે નોંધ કરી વધુ તપાસ ચલાવી છે