Mangrol,તા.19
દાહોદ ગોધરાથી મજુરી કામ અર્થે લોકો મોટી સંખ્યામાં ખેતીકામ માટે બહારથી આવેછે માંગરોળ ડેપોમાં છેલ્લા ઘણાં સમયથી માંગરોળ દાહોદ રૂટની બસ શરૂ કરવાની માગણી અવારનવાર ઉઠી હતી ત્યારે માંગરોળનાં ધારાસભ્ય ભગવાનજી કરગઠીયા દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી અને માંગરોળ ડેપોને નવી બે બસો ફાળવી હતી ત્યારે માંગરોળ થી સીધી દાહોદ જવા માટે બસની શરૂઆત કરી હતી અને ધારાસભ્ય ભગવાનજી કરગઠીયા દ્વારા લીલીઝંડી આપી હતી ઉલ્લેખનીય છે કે માંગરોળ તેમજ આસપાસના વિસ્તારોમાં દાહોદ ગોધરાથી મજુરી કામ અર્થે લોકો મોટી સંખ્યામાં આવેછે અને ખેતીકામ માટે બહારથી માણસો આવેછે જેમાં દાહોદ ગોધરા સાઇડના વધારે આવક જાવક કરેછે જેને ધ્યાનમાં રાખીને નવી બસો શરૂઆત કરતા હવે લોકોને પણ સુવિધા ઉપલબ્ધ કરી જેથી માંગરોળ થી દાહોદ ગોધરા સુધી વધુ એક સુવિધા લોકોને મળી છે