28 સપ્તાહનો ગર્ભ થઈ જતાં અદાલતે કહ્યું 14 વર્ષની પીડિતાને જીવનું જોખમ અને ગર્ભસ્થ શિશુને પણ જીવવાનો અધિકાર
Rajkot,તા.19
શહેરના કુવાડવા પોલીસ મથક હેઠળ આવતા વિસ્તારમાં રહેતા પરિવારની એક સગીર વયની એટલે કે 14 વર્ષની દિકરી દુષ્કર્મનો ભોગ બની હતી જે અંગે ફરિયાદ પણ નોંધાવામાં આવી છે. ત્યારે પીડીત સગીરાના પરિવાર દ્વારા ગર્ભપાત અંગે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. ત્યારે જણાવવામાં આવ્યું હતું કે, સગીરા માત્ર 14 વર્ષની હોવાથી ગર્ભપાતની મંજુરી આપવામાં આવે પરંતુ હાઈકોર્ટે સ્પષ્ટ ઈનકાર કરી કહ્યુ હતું કે, પીડીતાને ગર્ભપાતમાં જીવનું જોખમ રહેલું છે પરંતુ બીજી તરફ ગર્ભશીશુને પણ જીવવાનો અધિકાર છે. જેથી ન્યાયીક અંતરાત્મા બે જીવોને જોખમમાં મુકતો આદેશ પસાર કરવા તૈયાર નથી. રાજકોટ જિલ્લાના કુવાડવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં પીડિતા તરફથી એની માતાએ હાઇકોર્ટે અરજી કરી હતી. જેમાં સગીરા દુષ્કર્મ પીડિતા હોવાથી અને તે માત્ર 14 વર્ષની હોવાથી ગર્ભપાતની મંજૂરી આપવાની દાદ માગી હતી. આ અરજીમાં એવી દલીલ કરવામાં આવી હતી કે આરોપી દ્વારા પીડિતાનું જાતીય શોષણ કરવામાં આવ્યું હતું. જેના કારણે સગીર સગર્ભા થઈ છે અને ગર્ભાવસ્થા ચાલુ રાખવાથી તે સમાજમાં બદનામ થશે. એવી પણ દલીલ કરવામાં આવી છે કે સગીર બાળકનું પાલન-પોષણ કરી શકશે નહીં. કારણ કે તેની માનસિક અને શારીરિક સ્થિતિ ખૂબ જ નબળી છે અને તે ઘટનાને કારણે શારીરિક કે માનસિક રીતે કમજોર થઇ ગઇ છે. આ ઘટનાના પરિણામે તે આઘાતમાં છે. એવું પણ જણાવવામાં આવ્યું છે કે સગીરાની અપરિપક્વ ઉંમરને ધ્યાનમાં રાખીને, બાળકનું પાલન-પોષણ અને જાળવણી શક્ય નથી. સમાજમાં તેની છબી અને પ્રતિષ્ઠા ખરાબ થશે તે ધ્યાનમાં લેતા, કાયદા અનુસાર તેને ગર્ભપાતની પરવાનગી આપવામાં આવે.આ અરજીમાં હાઇકોર્ટે પંડિત દિનદયાળ ઉપાધ્યાય જનરલ હોસ્પિટલના સંબંધિત વિભાગને પીડિતાની તબીબી અને માનસિક તપાસ કરી રીપોર્ટ આપવાનો આદેશ કર્યો હતો. હોસ્પિટલ તરફથી રિપોર્ટમાં એવો અભિપ્રાય આપવામાં આવ્યો હતો કે ગર્ભપાત-ડિલિવરી પછી નવજાત શિશુના બચવાની શક્યતાઓ અને શ્વસન તકલીફ, ઇન્ટ્રાવેન્ટ્રિક્યુલર હેમરેજ, પ્રિમેચ્યોરિટી રેટિનોપેથી, હાયપોથર્મિયા, ન્યુરોલોજીકલ ક્ષતિ, નવજાત શિશુમાં ચેપ, ગઈંઈઞ પ્રવેશ, નવજાત શિશુ મૃત્યુ વગેરે જેવી જટિલતાઓ આવી શકે છે. આ બાબતે દર્દી અને તેના સંબંધીઓને સમજાવવામાં આવ્યું છે.નિષ્ણાત તબીબોના અભિપ્રાયને રેકર્ડ પર લેતાં હાઇકોર્ટે આ સંજોગોમાં કોર્ટનો ન્યાયિક અંતરાત્મા બે જીવોને જોખમમાં મૂકતો આદેશ પસાર કરવા તૈયાર નથી. તેથી ગર્ભપાતની મંજૂરી આપી શકાય એમ નથી, એવું નોંધ્યું હતું. હાઇકોર્ટે વધુમાં નિર્દેશ આપ્યા હતા કે, પીડિતાની ડિલીવરી થાય ત્યાં સુધી ઙઉઞ હોસ્પિટલ તેની સંભાળ લે. બાળકને જન્મ પછી જરૂૂરી સારવાર આપવામાં આવે. તબીબી નિષ્ણાંતોએ બાળકના જન્મ બાદ માતા અને બાળકની નિયમિત સમયના અંતરે તપાસ કરવાની રહેશે.
માતાની ઇચ્છા જાણ્યા બાદ બાળકની કસ્ટડી ચાઇલ્ડ વેલ્ફેર કમિટીના સુપરવિઝનમાં રાજકોટની સ્પેશિયલાઇઝ્ડ એડોપ્શન એજન્સીને આપવી. જો પીડિતા પરિવારજનો સાથે ન રહેવા ઇચ્છતી હોય તો તેને નારી સંરક્ષણ ગૃહમાં રહેવાની વ્યવસ્થા કરવી. પીડિતા અને એના બાળક માટે 6 મહિના સુધીનો નાણાકીય ખર્ચ સરકારે આપવો. પીડિતાને વિક્ટિમ કમ્પનસેશન સ્કીમ મુજબ વળતર આપવું.