New Delhi,તા.૨૦
Pm Modiએ મંગળવારે વિજયાદશમી (દશેરા)ના પાવન અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર તેમણે એક પોસ્ટ પણ શેર કરી હતી. જેમાં તેમણે પ્રાર્થના કરી કે આનંદ અને શ્રદ્ધાથી ભરેલો આ તહેવાર દરેકના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સફળતા લઈને આવે.
Pm Modiએ ઠ પર હિન્દીમાં પોસ્ટ કરીને લખ્યું હતું કે, “વિજયાદશમીની સૌને હાર્દિક શુભેચ્છાઓ. આનંદ અને શ્રદ્ધાથી ભરેલો વિજયનો આ તહેવાર દરેકના સંકલ્પને નવી શક્તિ આપે.” આ ઉપરાંત તેમણે વધુમાં કહ્યું કે, દરેક વ્યક્તિનું જીવન સુખ, સમૃદ્ધિ અને સફળતાથી સમૃદ્ધ બને, એવી તેમની હૃદયપૂર્વકની શુભેચ્છા છે.
વિજયાદશમી એટલે કે દશેરાના તહેવારને અનિષ્ટ પર ઇષ્ટ અને અસત્ય પર સત્યની જીતના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, આ દિવસે ભગવાન શ્રીરામે દસ માથાવાળા રાક્ષસરાજ રાવણનો વધ કર્યો હતો. આથી આ પર્વને અનિષ્ટ પર ઇષ્ટની જીતના પ્રતીક તરીકે પણ જોવામાં આવે છે. દેશભરમાં આ તહેવારની ઉજવણી ખૂબ જ ઉત્સાહપૂર્વક કરવામાં આવે છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો રાવણનાં પૂતળાંના દહનનો કાર્યક્રમ જોવા માટે એકત્ર થાય છે. ધાર્મિક વિધિઓ, ગીત-સંગીત, નૃત્ય અને શોભાયાત્રાઓથી ભરેલા દસ દિવસના ઉત્સવનું સમાપન પણ આ પર્વ સાથે થાય છે.

