Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું પંચાંગ

    October 20, 2026

    આજનું રાશિફળ

    October 20, 2026

    Gondal નજીક ઇજાગ્રસ્ત હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો

    October 20, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Gondal નજીક ઇજાગ્રસ્ત હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો
    • Palanpur: અજાણ્યા વાહને રિક્ષાને ટક્કર મારતા મહિલા સહિત ૩ મોત
    • Rajkot: બોગસ જી.એસ.ટી. કૌભાંડમાં મહિલાના આગોતરા જામીન નામંજૂર
    • Mundraમાં આડા સંબંધની શંકામાં ખેલાયો ખૂની ખેલ બેવડી હત્યા
    • વૈષ્ણોદેવી, અમરનાથ, શંકરાચાર્યજી અને કશ્યપ ઋષિ એ આ ક્ષેત્રના સ્વસ્તિક Morari Bapu
    • Amreli: જિલ્લા કાઠી દરબાર સમાજ દ્વારા દશેરા પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજન અને અશ્વ પૂજન કાર્યક્રમ યોજાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, October 20
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»સાથીઓ જેલ ભેગા થતાં Abhijit Deepakની આંખો છલકાઈ ગઇ
    રાષ્ટ્રીય

    સાથીઓ જેલ ભેગા થતાં Abhijit Deepakની આંખો છલકાઈ ગઇ

    Vikram RavalBy Vikram RavalOctober 20, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા.૨૦

    કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક Abhijit Deepakએ મુખ્ય ચૂંટણી કમિશનર સામેનું આંદોલન હાલ પૂરતું મોકૂફ રાખ્યું છે. સહયોગી સૌરભ દાસ અને આશુતોષ રાંકા જેલમાં હોવાથી અને કાનૂની મુશ્કેલીઓ વધતા આ નિર્ણય લેવાયો. દીપકેએ ૧૬ મિનિટના વીડિયો સંદેશમાં કાર્યકરોને તહેવારોમાં પરિવાર સાથે રહેવા અપીલ કરી. તેઓ સૌરભ અને આશુતોષ માટે ભાવુક પણ થયા હતા.

    કોકરોચ જનતા પાર્ટી સ્થાપક અને રાષ્ટ્રીય સંયોજક અભિજિત દીપકેએ દેશના મુખ્ય ચૂંટણી કમિશનર સામે ચાલી રહેલા આંદોલન પર હાલ પૂરતી રોક લગાવી દીધી છે. પાર્ટીના સાથીઓ સૌરભ દાસ અને આશુતોષ રાંકા જેલમાં હોવાથી અને કાનૂની મુશ્કેલીઓ વધતાં દીપકેએ આ નિર્ણય લીધો છે. તેમણે એક ૧૬ મિનિટના વીડિયો સંદેશમાં કાર્યકરોને સલાહ આપી છે કે, તેઓ તહેવારોના સમયે પોતાના પરિવાર સાથે રહે. સૌરભ અને આશુતોષની વાત કરતા તેઓ અત્યંત ભાવુક થઈ ગયા હતા અને તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા.

    Abhijit Deepakએ કહ્યું કે, ‘હું જોઈ રહ્યો છું કે છેલ્લા કેટલાક દિવસોથી તમે બધા સંઘર્ષ કરી રહ્યા છો. તમે લોકોએ ઘણું બધું સહન કર્યું છે. જે રીતે આખી સિસ્ટમ તમને દબાવવામાં લાગેલી છે. હું ભાગ્યશાળી છું કે તમારા જેવા લોકો નિઃસ્વાર્થ ભાવથી સંઘર્ષ કરી રહ્યા છે અને મારા, આશુતોષ તથા સૌરભ સાથે ઊભા છે. મારી હવે એક અપીલ છે કે છેલ્લા કેટલાક દિવસો આપણા માટે સરળ નહોતા. હું શરૂઆતથી જ કહેતો રહ્યો છું કે આગળ બાબતો મુશ્કેલ બનવાની છે. આપણને આટલી સરળતાથી કંઈ કરવા નહીં દે. બરાબર એવું જ થઈ રહ્યું છે. મેં કહ્યું હતું કે થોડા દિવસોમાં આપણી પાછળ પોલીસ લગાવી દેશે, કેસ કરી દેશે, ગમે તે રીતે ફસાવવાનો પ્રયત્ન કરશે, અને એવું જ થઈ રહ્યું છે. આ બધું જાણતા હોવા છતાં તમે જે હિંમત અને એકતા સાથે લડી રહ્યા હતા તે પ્રશંસનીય છે. હું આ માટે તમને સલામ કરું છું અને દિલથી આભાર માનું છું.’

    કાર્યકરોને પરિવાર સાથે સમય વિતાવવા જણાવતાં સીજેપીના સ્થાપકે કહ્યું કે, ‘જેટલી બાબતો સૌરભ દાસ અને આશુતોષ રાંકા માટે મુશ્કેલ છે, તેટલી જ તમારા માટે પણ છે. ઘણા લોકોને રસ્તા પર માર મારવામાં આવ્યો, ડિટેઈન કરવામાં આવ્યા. આપણા કરતાં વધુ આપણા પરિવારો માટે આ મુશ્કેલ છે, કેમ કે આ નિર્ણય તેમનો નહોતો, આપણો હતો. હું તમામ કોકરોચને અપીલ કરું છું કે થોડા દિવસો માટે તમે તમારા પરિવાર સાથે સમય વિતાવો. તહેવારો આવી રહ્યા છે. છેલ્લા ૧૦-૧૨ દિવસોમાં જે કંઈ થયું તેનાથી પરિવાર ખૂબ જ ચિંતિત છે. સૌરભ અને આશુતોષની જેમ તમારો પરિવાર પણ ચિંતિત હશે. થોડા દિવસ પોતાના પરિવાર સાથે રહો, થોડો સમય પોતાના સ્વજનો સાથે વિતાવો.’દીપકેએ સૌરભ દાસ અને આશુતોષ રાંકાના પરિવારજનો સાથે વાતચીત કરી હોવાનું જણાવતા દીપકેએ કહ્યું કે, સૌરભની માતાએ મારું મનોબળ વધાર્યું છે. બંને સાથીઓ અંગે અભિજિત દીપકેએ કહ્યું કે, ‘જ્યારે તેઓ બહાર આવશે ત્યારે આખો દેશ તેમને સલામ કરશે. જે લોકોને લાગે છે કે સૌરભ અને આશુતોષને જેલમાં પૂરીને ડરાવી દેશે, તો એવું થવાનું નથી. તેઓ જ્યારે બહાર આવશે ત્યારે એ જ સ્મિત સાથે ઈન્કિલાબ ઝિંદાબાદના નારા લગાવતા બહાર આવશે.’

    તેમણે વધુમાં કહ્યું કે, ‘હમણાં બે રૂપિયાના ટ્રોલર્સ કહેશે કે ઈમોશનલ થઈ ગયો છે. જુઓ કેવી રીતે રડાવી દીધો. આપણી ભાવના આપણી કમજોરી નથી, તાકાત છે. હું ઈમોશનલ એટલા માટે થઈ રહ્યો છું કારણ કે સૌરભ દાસ અને આશુતોષ રાંકા મારા ભાઈ છે, મારો પરિવાર છે. લાગણી એટલા માટે છે કે હું તેમની કાળજી લઉં છું. હું ડરેલો નથી. મને પણ જેલમાં રાખ્યો હતો, પણ હું ડર્યો નથી. મારા મનમાં તેમના માટે પ્રેમ છે અને એ જ મારી તાકાત છે. તમને લોકોને આ ઈમોશનલ કમજોરી લાગતી હશે કારણ કે તમે ક્યારેય કોઈની ચિંતા નથી કરી. પ્રેમ અને કરુણા શું છે તે તમને શું ખબર, કેમ કે તમે નફરત ફેલાવો છો. એ નફરત જ તમારી નબળાઈ છે.’

    Abhijit Deepak
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleવિજયાદશમી પર Pm Modiએ દેશવાસીઓને પાઠવી શુભેચ્છા
    Next Article New Delhiમાં રાવણ સાથે ૩૦ ફૂટના ’કોકરોચ’નું દહન!
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    ઉત્તરાખંડઃ Badrinath ધામના દરવાજા ૧૬ નવેમ્બરે શિયાળા માટે બંધ થશે

    October 20, 2026
    રાષ્ટ્રીય

    ભારતને એક અને મજબૂત બનાવવા માટે, તેના ઇતિહાસ, ઓળખ અને પ્રકૃતિને સમજવી જરૂરી છે, Mohan Bhagwat

    October 20, 2026
    રાષ્ટ્રીય

    New Delhiમાં રાવણ સાથે ૩૦ ફૂટના ’કોકરોચ’નું દહન!

    October 20, 2026
    રાષ્ટ્રીય

    વિજયાદશમી પર Pm Modiએ દેશવાસીઓને પાઠવી શુભેચ્છા

    October 20, 2026
    રાષ્ટ્રીય

    આતંકવાદ સામે બેવડા માપદંડ નહીં ચાલે, નેટવર્ક ખતમ કરોઃ Rajnath Singh

    October 20, 2026
    રાષ્ટ્રીય

    Mumbaiમાં જયશંકર-રુબિયો વચ્ચે હાઈ-પ્રોફાઈલ બેઠક

    October 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹145,260
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹133,150
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹203,380
    લાઈવ રેટ્સ • અપડેટ: 20-10-2026 21:09
    Categories
    Latest News

    આજનું પંચાંગ

    October 20, 2026

    આજનું રાશિફળ

    October 20, 2026

    Gondal નજીક ઇજાગ્રસ્ત હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો

    October 20, 2026

    Palanpur: અજાણ્યા વાહને રિક્ષાને ટક્કર મારતા મહિલા સહિત ૩ મોત

    October 20, 2026

    Rajkot: બોગસ જી.એસ.ટી. કૌભાંડમાં મહિલાના આગોતરા જામીન નામંજૂર

    October 20, 2026

    Mundraમાં આડા સંબંધની શંકામાં ખેલાયો ખૂની ખેલ બેવડી હત્યા

    October 20, 2026
    Search
    Main News

    હું ચિત્તા (ડ્રગ્સ) થી પીડિત લોકો સાથે મળ્યો, અમે અંડરવર્લ્ડમાંથી ડ્રગ માફિયાઓને શોધીને ખતમ કરીશું, ગૃહમંત્રી Amit Shah

    October 20, 2026

    ઉત્તરાખંડઃ Badrinath ધામના દરવાજા ૧૬ નવેમ્બરે શિયાળા માટે બંધ થશે

    October 20, 2026

    Rajkotમાં નોરતાના નવ દિવસમાં ૭૫૭,૩૬૨,૮૪૧.૩૫ રૂપિયાના વાહન વેચાયા

    October 20, 2026

    New Delhiમાં રાવણ સાથે ૩૦ ફૂટના ’કોકરોચ’નું દહન!

    October 20, 2026

    વિજયાદશમી પર Pm Modiએ દેશવાસીઓને પાઠવી શુભેચ્છા

    October 20, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું પંચાંગ

    October 20, 2026

    આજનું રાશિફળ

    October 20, 2026

    Gondal નજીક ઇજાગ્રસ્ત હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો

    October 20, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.