Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું પંચાંગ

    October 20, 2026

    આજનું રાશિફળ

    October 20, 2026

    Gondal નજીક ઇજાગ્રસ્ત હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો

    October 20, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Gondal નજીક ઇજાગ્રસ્ત હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો
    • Palanpur: અજાણ્યા વાહને રિક્ષાને ટક્કર મારતા મહિલા સહિત ૩ મોત
    • Rajkot: બોગસ જી.એસ.ટી. કૌભાંડમાં મહિલાના આગોતરા જામીન નામંજૂર
    • Mundraમાં આડા સંબંધની શંકામાં ખેલાયો ખૂની ખેલ બેવડી હત્યા
    • વૈષ્ણોદેવી, અમરનાથ, શંકરાચાર્યજી અને કશ્યપ ઋષિ એ આ ક્ષેત્રના સ્વસ્તિક Morari Bapu
    • Amreli: જિલ્લા કાઠી દરબાર સમાજ દ્વારા દશેરા પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજન અને અશ્વ પૂજન કાર્યક્રમ યોજાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, October 20
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»અમરેલી»Amreliની બજારમાં દશેરાએ કરોડોની થઈ મીઠાઈવર્ષા !
    અમરેલી

    Amreliની બજારમાં દશેરાએ કરોડોની થઈ મીઠાઈવર્ષા !

    Vikram RavalBy Vikram RavalOctober 20, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    મોંઘવારીને મોળી પાડી તહેવારની મોજ, એક જ દિવસમાં કરોડોનો વેપારનો અંદાજ !

    (મિલાપ રૂપારેલ દ્વારા)

    Amreli

    નવરાત્રિની નવ દિવસની ભક્તિમય ઉજવણી બાદ અમરેલીમાં આજે દશેરાના પર્વની પણ ઉત્સાહભેર ઉજવણી પૂર્ણ થઈ હતી. દશેરાના પર્વને લઈને શહેરમાં મીઠાઈ અને ફરસાણના વેપારીઓને ત્યાં સવારથી જ ખરીદી માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી. ખાસ કરીને ફાફડા, જલેબી, મીઠાઈ અને ગાંઠિયાની ખરીદીમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળતાં મીઠાઈ અને ફરસાણના વેપારીઓને તહેવાર દરમિયાન સારો વેપાર થયો હતો. પ્રાથમિક અંદાજ મુજબ, આજે દશેરાના દિવસે એક જ દિવસમાં અમરેલીમાં મીઠાઈ અને ફરસાણના વ્યવસાયમાં  કરોડો રૂપિયાનું ટર્નઓવર થયું હોવાની સંભાવના છે.

    Amreli સહીત દેશભરમાં દશેરાના પર્વે ફાફડા જલેબી મીઠાઈ ખાવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. આ પરંપરાને જાળવી રાખતાં અમરેલીવાસીઓએ મોંઘવારીની વચ્ચે પણ મન મૂકીને ખરીદી કરી હતી. શહેરના મુખ્ય બજારો, માર્ગો અને રહેણાક વિસ્તારોમાં મીઠાઈ-ફરસાણના વેપારીઓ દ્વારા મંડપ ઊભા કરવામાં આવ્યા હતા. સવારથી જ દુકાનો પર ગ્રાહકોની અવર જવર શરૂ થઈ હતી, જે દિવસ દરમિયાન સતત વધતી રહી હતી.

    છેલ્લાં ત્રણ વર્ષમાં મીઠાઈના ભાવમાં અંદાજે ૧૫ ટકાનો વધારો થયો હોવાનું મીઠાઈ ફરસણના વેપારી વેપારી ભાવેશભાઈ સોમૈયાએ જણાવ્યું હતું. આ વખતે ફાફડા જલેબી અને મીઠાઈના ભાવમાં વધારો થયો હોવા છતાં ગ્રાહકોના ઉત્સાહમાં ઘટાડો જોવા મળ્યો નહોતો. સરેરાશ ફાફડાના ભાવ રૂ.૫૦૦થી રૂ. ૬૦૦ પ્રતિ કિલો સુધી રહ્યા હતા, જ્યારે શુદ્ધ ઘીની જલેબીના ભાવ રૂ. ૭૦૦ પ્રતિ કિલો સુધી પહોંચ્યા હતા. ગાંઠિયાના ભાવ પણ ૫૦૦ રૂપિયા કિલો રહ્યા હતા.

    ભાવવધારાની અસરને કારણે ગ્રાહકો પોતાના બજેટ મુજબ ખરીદી કરતા જોવા મળ્યા હતા. કેટલાક ગ્રાહકોએ પરિવાર માટે મર્યાદિત જથ્થામાં ખરીદી કરી હતી, તો કેટલાકે તહેવારની પરંપરા જાળવવા માટે ભાવની ચિંતા કર્યા વિના મનપસંદ મીઠાઈ-ફરસાણ ખરીદ્યાં હતાં.

    દશેરાના તહેવારને ધ્યાનમાં રાખીને વેપારીઓએ અગાઉથી જ મીઠાઈ અને ફરસાણનો પૂરતો જથ્થો તૈયાર કરવાની વ્યવસ્થા ગોઠવી હતી. શહેરમાં નાના-મોટા મીઠાઈના વેપારીઓ ઉપરાંત ફરસાણની દુકાનો અને હંગામી વેચાણ કેન્દ્રો પર પણ ધમધમાટ જોવા મળ્યો હતો.અને અંદાજે ૭૦થી ૮૦ જેટલાં વેચાણ કેન્દ્રો કાર્યરત હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

    દશેરાના દિવસે ફાફડા અને જલેબીની સૌથી વધુ માંગ રહેતી હોવાથી વેપારીઓએ વહેલી સવારથી જ વેચાણ શરૂ કરી દીધું હતું. અનેક સ્થળોએ ગ્રાહકોને લાંબી કતારોમાં ઊભા રહીને ખરીદી કરવી પડી હતી. તહેવારની માંગને પહોંચી વળવા વેપારીઓ અને કર્મચારીઓ દિવસભર કાર્યરત રહ્યા હતા.

    પરંપરા અને સ્વાદે બજારમાં તેજી લાવી

    દશેરા માત્ર ધાર્મિક પર્વ જ નહીં, પરંતુ મીઠાઈ અને ફરસાણના વેપાર માટે પણ મહત્ત્વનો દિવસ બની રહ્યો હતો. નવરાત્રિ દરમિયાન ગરબા અને આરાધનામાં મશગૂલ રહેલા લોકો દશેરાના દિવસે પરિવાર સાથે ફાફડા-જલેબીનો સ્વાદ માણવા ઉમટી પડ્યા હતા. મોંઘવારી છતાં પરંપરાગત વાનગીઓ પ્રત્યેનો લગાવ યથાવત્‌? રહેતાં વેપારીઓના ધંધામાં નોંધપાત્ર તેજી જોવા મળી હતી.

    આમ, અમરેલીમાં દશેરાની ઉજવણી પૂર્ણ થતાં જ તહેવારની ખરીદીનો માહોલ પણ શાંત થયો છે, પરંતુ એક દિવસના ધમધમતા વેપારે મીઠાઈ અને ફરસાણના બજારમાં કરોડો રૂપિયાની હેરફેરની સંભાવના ઊભી કરી છે.

    Amreli
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleરામલીલામાં ભગવાન રામનું પાત્ર ભજવનાર Ravi Kishan ભવ્ય રથ પર સવાર થઈને પહોંચ્યા
    Next Article Babraમાં દશેરાની ભવ્ય ઉજવણી ૧૩૮ વર્ષ જૂની પરંપરા મુજબ શ્રીરામ-રાવણ વચ્ચે જામ્યું ધમાસાણ યુદ્ધ
    Vikram Raval
    • Website

    Related Posts

    અમરેલી

    Amreli: જિલ્લા કાઠી દરબાર સમાજ દ્વારા દશેરા પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજન અને અશ્વ પૂજન કાર્યક્રમ યોજાયો

    October 20, 2026
    અમરેલી

    Amreli: ધારીના ગીગાસણ ગામે ૧૫ ફૂટનો મહાકાય અજગર કૂવામાં ખાબક્યો !

    October 19, 2026
    અમરેલી

    Vadiya: હનુમાન ખીજડીયા ગામે ફરી દીપડાએ મારણ કર્યું

    October 19, 2026
    અમરેલી

    Amreli: બીમાર હાલતમાં રેસ્ક્યુ કરાયેલા બે વર્ષનું સિંહબાળ સતત સારવાર બાદ થયું સ્વસ્થ

    October 17, 2026
    અમરેલી

    Amreliમાં સગીરા પર છરીની અણીએ દુષ્કર્મના કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ, રૂ. ૧૦ હજારનો દંડ

    October 15, 2026
    અમરેલી

    Amreli: સુખનિવાસ કોલોની ખાતે ભવ્ય નવરાત્રિ મહોત્સવનું આયોજન

    October 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹144,770
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹132,710
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹203,450
    લાઈવ રેટ્સ • અપડેટ: 20-10-2026 22:39
    Categories
    Latest News

    આજનું પંચાંગ

    October 20, 2026

    આજનું રાશિફળ

    October 20, 2026

    Gondal નજીક ઇજાગ્રસ્ત હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો

    October 20, 2026

    Palanpur: અજાણ્યા વાહને રિક્ષાને ટક્કર મારતા મહિલા સહિત ૩ મોત

    October 20, 2026

    Rajkot: બોગસ જી.એસ.ટી. કૌભાંડમાં મહિલાના આગોતરા જામીન નામંજૂર

    October 20, 2026

    Mundraમાં આડા સંબંધની શંકામાં ખેલાયો ખૂની ખેલ બેવડી હત્યા

    October 20, 2026
    Search
    Main News

    હું ચિત્તા (ડ્રગ્સ) થી પીડિત લોકો સાથે મળ્યો, અમે અંડરવર્લ્ડમાંથી ડ્રગ માફિયાઓને શોધીને ખતમ કરીશું, ગૃહમંત્રી Amit Shah

    October 20, 2026

    ઉત્તરાખંડઃ Badrinath ધામના દરવાજા ૧૬ નવેમ્બરે શિયાળા માટે બંધ થશે

    October 20, 2026

    Rajkotમાં નોરતાના નવ દિવસમાં ૭૫૭,૩૬૨,૮૪૧.૩૫ રૂપિયાના વાહન વેચાયા

    October 20, 2026

    New Delhiમાં રાવણ સાથે ૩૦ ફૂટના ’કોકરોચ’નું દહન!

    October 20, 2026

    વિજયાદશમી પર Pm Modiએ દેશવાસીઓને પાઠવી શુભેચ્છા

    October 20, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું પંચાંગ

    October 20, 2026

    આજનું રાશિફળ

    October 20, 2026

    Gondal નજીક ઇજાગ્રસ્ત હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો

    October 20, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.