Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું પંચાંગ

    October 20, 2026

    આજનું રાશિફળ

    October 20, 2026

    Gondal નજીક ઇજાગ્રસ્ત હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો

    October 20, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Gondal નજીક ઇજાગ્રસ્ત હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો
    • Palanpur: અજાણ્યા વાહને રિક્ષાને ટક્કર મારતા મહિલા સહિત ૩ મોત
    • Rajkot: બોગસ જી.એસ.ટી. કૌભાંડમાં મહિલાના આગોતરા જામીન નામંજૂર
    • Mundraમાં આડા સંબંધની શંકામાં ખેલાયો ખૂની ખેલ બેવડી હત્યા
    • વૈષ્ણોદેવી, અમરનાથ, શંકરાચાર્યજી અને કશ્યપ ઋષિ એ આ ક્ષેત્રના સ્વસ્તિક Morari Bapu
    • Amreli: જિલ્લા કાઠી દરબાર સમાજ દ્વારા દશેરા પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજન અને અશ્વ પૂજન કાર્યક્રમ યોજાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, October 20
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Babraમાં દશેરાની ભવ્ય ઉજવણી ૧૩૮ વર્ષ જૂની પરંપરા મુજબ શ્રીરામ-રાવણ વચ્ચે જામ્યું ધમાસાણ યુદ્ધ
    સૌરાષ્ટ્ર

    Babraમાં દશેરાની ભવ્ય ઉજવણી ૧૩૮ વર્ષ જૂની પરંપરા મુજબ શ્રીરામ-રાવણ વચ્ચે જામ્યું ધમાસાણ યુદ્ધ

    Vikram RavalBy Vikram RavalOctober 20, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રાવણ વધ સાથે અસત્ય પર સત્યનો વિજય

    ચિતરંજન છાટબાર

    Babra

    Babra શહેરમાં અસત્ય પર સત્યના વિજયના પ્રતીક સમાન વિજયાદશમી એટલે કે દશેરાના પર્વની ભવ્ય ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. બાબરાના મુખ્ય રામજી મંદિર ચોક ખાતે મહાકાળી ગરબી મંડળ દ્વારા છેલ્લા ૧૩૮ વર્ષથી જાળવવામાં આવતી ઐતિહાસિક પરંપરા મુજબ ભગવાન શ્રીરામચંદ્રજી અને લંકાપતિ રાવણ વચ્ચેના ધમાસાણ યુદ્ધનું આયોજન કરવામાં આવ્યું હતું. રામસેના અને રાવણસેનાનાં વિવિધ પાત્રોની જીવંત દ્રશ્યો સાથે  હનુમાનજીની ગદાનો મીઠો માર અને અંતે ભગવાન શ્રીરામના બાણથી રાવણના વધના પ્રસંગે ઉપસ્થિત લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જય શ્રીરામના ગગનભેદી નાદ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

    રામસેના-રાવણસેનાનાં પાત્રોએ શહેરમાં જમાવ્યો રંગ

    મહાકાળી ગરબી મંડળના સભ્યોએ ભગવાન શ્રીરામ, લક્ષ્મણજી, માતા જાનકી, હનુમાનજી, લંકાપતિ રાવણ, ઐરાવણ સહિત રામસેના અને રાવણસેનાનાં વિવિધ પાત્રોની આકર્ષક વેશભૂષા ધારણ કરી હતી. આ પાત્રો શહેરના મુખ્ય માર્ગો પર નીકળતાં રામાયણના પ્રસંગો જાણે જીવંત બન્યા હોય તેવો માહોલ સર્જાયો હતો. યુદ્ધનાં દૃશ્યો અને પાત્રોની અનોખી રજૂઆત નિહાળવા નગરજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

    હનુમાનજીની ગદાનો મીઠો માર બન્યો આકર્ષણનું કેન્દ્ર

    દશેરાના આ પરંપરાગત આયોજનમાં ભગવાન હનુમાનજીના પાત્ર દ્વારા આપવામાં આવતો ગદાનો મીઠો માર વિશેષ આકર્ષણનું કેન્દ્ર રહ્યો હતો. ગદાનો મીઠો માર ખાવા માટે યુવાનો અને ગ્રામજનો ઉત્સાહભેર આગળ આવતા હતા. મિત્રવર્તુળ સાથે આવેલા યુવાનો રાવણસેનાનાં પાત્રોને ભગવાન શ્રીરામ સાથે યુદ્ધ કરવા પડકારતા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણમાં ઉત્સાહ અને રોમાંચ છવાઈ ગયો હતો.

    ધનુષધારી શ્રીરામના બાણથી દશાનન રાવણનો વધ

    પરંપરા મુજબ બાબરાના મુખ્ય રામજી મંદિર ચોક સ્થિત ગરબી ચોક ખાતે ભગવાન શ્રીરામચંદ્રજીના બાણથી દશાનન રાવણનો વધ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત લોકોએ જય શ્રીરામના ગગનભેદી નાદ સાથે અસત્ય પર સત્યના વિજયની ઉજવણી કરી હતી. ધાર્મિક આસ્થા અને પરંપરાગત લોકઉત્સાહના સંગમ સમાન આ કાર્યક્રમ દશેરાના પર્વનું મુખ્ય આકર્ષણ બન્યો હતો.

    ૧૩૮ વર્ષથી જળવાતી પરંપરા, ચારથી પાંચ પેઢીથી પાત્રો ભજવાય છે

    બાબરામાં મહાકાળી ગરબી મંડળ દ્વારા નવરાત્રિ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવે છે. આઠમ અને નોમની રાત્રે પાવાગઢના પતય રાજા તથા મહાકાળી માતાની ઉત્પત્તિ આધારિત ધાર્મિક ઉજવણી બાદ વિજયાદશમીના દિવસે રામ-રાવણ યુદ્ધ અને રાવણ વધનું આયોજન કરવામાં આવે છે.

    મંડળના સભ્યોના જણાવ્યા મુજબ, આ વર્ષે ૧૩૮મા વર્ષમાં પણ આ પરંપરા જાળવી રાખવામાં આવી હતી. આ આયોજનમાં વિવિધ પાત્રોની વેશભૂષા ભજવવાની જવાબદારી છેલ્લી ચારથી પાંચ પેઢીથી આગળ ધપાવવામાં આવી રહી છે. પેઢી દર પેઢી જીવંત રહેલી આ પરંપરા બાબરાની ધાર્મિક સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસાનું ગૌરવ બની રહી છે.

    Babra news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAmreliની બજારમાં દશેરાએ કરોડોની થઈ મીઠાઈવર્ષા !
    Next Article Jamnagar: લાલપુર નજીક વીજલાઇનની ઝપટે રાષ્ટ્રીય પક્ષી મોરનું કરુણ મોત
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Gondal નજીક ઇજાગ્રસ્ત હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો

    October 20, 2026
    રાજકોટ

    Rajkot: બોગસ જી.એસ.ટી. કૌભાંડમાં મહિલાના આગોતરા જામીન નામંજૂર

    October 20, 2026
    સૌરાષ્ટ્ર

    વૈષ્ણોદેવી, અમરનાથ, શંકરાચાર્યજી અને કશ્યપ ઋષિ એ આ ક્ષેત્રના સ્વસ્તિક Morari Bapu

    October 20, 2026
    અમરેલી

    Amreli: જિલ્લા કાઠી દરબાર સમાજ દ્વારા દશેરા પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજન અને અશ્વ પૂજન કાર્યક્રમ યોજાયો

    October 20, 2026
    રાજકોટ

    Rajkot: ધારાસભ્ય રમેશ ટીલાળાના હસ્તે પશાંતિવન પાર્ક ખાતે RCC રોડનું ભવ્ય ખાતમુહૂર્ત

    October 20, 2026
    સૌરાષ્ટ્ર

    Botad: રાણપુર પોલીસ સ્ટેશન ખાતે વિજયા દશમી નિમિત્તે શસ્ત્રપૂજન યોજાયું

    October 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹145,120
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹133,030
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹203,590
    લાઈવ રેટ્સ • અપડેટ: 20-10-2026 21:39
    Categories
    Latest News

    આજનું પંચાંગ

    October 20, 2026

    આજનું રાશિફળ

    October 20, 2026

    Gondal નજીક ઇજાગ્રસ્ત હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો

    October 20, 2026

    Palanpur: અજાણ્યા વાહને રિક્ષાને ટક્કર મારતા મહિલા સહિત ૩ મોત

    October 20, 2026

    Rajkot: બોગસ જી.એસ.ટી. કૌભાંડમાં મહિલાના આગોતરા જામીન નામંજૂર

    October 20, 2026

    Mundraમાં આડા સંબંધની શંકામાં ખેલાયો ખૂની ખેલ બેવડી હત્યા

    October 20, 2026
    Search
    Main News

    હું ચિત્તા (ડ્રગ્સ) થી પીડિત લોકો સાથે મળ્યો, અમે અંડરવર્લ્ડમાંથી ડ્રગ માફિયાઓને શોધીને ખતમ કરીશું, ગૃહમંત્રી Amit Shah

    October 20, 2026

    ઉત્તરાખંડઃ Badrinath ધામના દરવાજા ૧૬ નવેમ્બરે શિયાળા માટે બંધ થશે

    October 20, 2026

    Rajkotમાં નોરતાના નવ દિવસમાં ૭૫૭,૩૬૨,૮૪૧.૩૫ રૂપિયાના વાહન વેચાયા

    October 20, 2026

    New Delhiમાં રાવણ સાથે ૩૦ ફૂટના ’કોકરોચ’નું દહન!

    October 20, 2026

    વિજયાદશમી પર Pm Modiએ દેશવાસીઓને પાઠવી શુભેચ્છા

    October 20, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું પંચાંગ

    October 20, 2026

    આજનું રાશિફળ

    October 20, 2026

    Gondal નજીક ઇજાગ્રસ્ત હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો

    October 20, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.