જીજ્ઞેશ પટેલ
Manavadar
Manavadar શહેરના વિકાસની યાત્રામાં એક નવો અધ્યાય ઉમેરતા વિજયાદશમીના પાવન અવસરે અનસૂયા ગૌધામ માર્ગનું લોકાર્પણ સમારોહ ધામધૂમપૂર્વક અને હર્ષોલ્લાસ સાથે યોજાઈ ગયો હતો. સરકારી કાંટા પાસે, લીલા પીઠાની સામે માણાવદરના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડાણીના વરદ હસ્તે આ નવનિર્મિત માર્ગનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અનસૂયા ગૌધામ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ શેઠ પરિવાર તરફથી ઉપસ્થિત તમામ મહાનુભાવોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. હિતેનભાઈ શેઠ, મેઘનાબેન શેઠ તેમજ હરેશભાઈ શેઠ દ્વારા પધારેલા સર્વે અતિથિ વિશેષોનું ફૂલહાર પહેરાવી તેમજ અનસૂયા ગૌધામના વિશેષ ખેસ અર્પણ કરી ભાવપૂર્વક બહુમાન કરવામાં આવ્યું હતું.
આ ગૌરવપૂર્ણ લોકાર્પણ પ્રસંગે માણાવદરના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી ઉપરાંત જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, માણાવદર મામલતદાર મહેશભાઈ શુકલ, માણાવદર પીએસઆઈ ડી. કે. ઝાલા, સ્વામિનારાયણ મંદિરના કોઠારી મોહન પ્રકાશદાસ સ્વામી, જિલ્લા ભાજપ મહામંત્રી રવિભાઈ બાલાસરા, માણાવદર નગરપાલિકા પ્રમુખ જીતુભાઈ પનારા, શહેર ભાજપ પ્રમુખ નીરજભાઈ જોશી, તાલુકા ભાજપ પ્રમુખ ગગજીભાઈ ભેટારીયા, જિલ્લા પંચાયતના ચેરમેન જીગ્નેશભાઈ છૈયા, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ નિર્મળસિંહ ચુડાસમા, માણાવદર કોલેજના આદ્યસ્થાપક જેઠાભાઈ પાનેરા, વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા ઉપપ્રમુખ સુરેશભાઈ મેલવાણી તેમજ બજરંગ દળના જિલ્લા પ્રમુખ કિશનભાઈ ઓડેદરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં માણાવદર નગરપાલિકાના સદસ્યો, સામાજિક આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં નગરજનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

