મોડી રાત્રે વાહન અથડાયા બાદ બે જૂથો સશસ્ત્ર સામસામે આવી જતાં ખૂની ખેલ ખેલાયો: છરી વડે તૂટી પડેલા ટોળાંએ વાહનોમાં પણ તોડફોડ કરી
બંને પક્ષે હત્યા, રાયોટ સહીતની કલમો હેઠળ સામસામે ટોળાં વિરુદ્ધ ગુનો નોંધાયો : ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
Rajkot,તા.20
બનાવને પગલે આંબેડકરનગર શેરી નં.-11(ક)માં રહેતા અને મવડીના રામધણ નજીક આવેલ શાંતિનિકેતન કોલજમાં બીબીએના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા 20 વર્ષીય વિદ્યાર્થી સુધીરભાઇ વિજયભાઈ પરમારે આરોપી તરીકે અરુણ વિનોદભાઈ બારોટ, રમણ વિનોદભાઈ બારોટ અને ત્રણ અજાણ્યા શખ્સનું નામ આપતાં માલવિયાનગર પોલીસની ટીને હત્યા, હત્યાની કોશિશ, રાયોટ, ધમકી સહીતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
યુવકે વધુમાં ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા પિતા વિજયભાઇ વશરામભાઇ પરમાર મકાન બનાવી વેચાણનું કામકાજ કરતા હતા. ગત રાત્રીના સાડા બાર વાગ્યાંની આસપાસ હું તથા મારા મિત્ર નરેશભાઇ, નીલેશભાઈ મુછડીયા અને હીતેષભાઇ ચાવડા અમારા ઘરની સામે આંબેડકરનગર શેરી નં.૧૧(ક)માં ઉભા ઉભા વાતો કરતા હતા. દરમિયાન આંબેડકરનગર રાવણ ચોક પાસે રામાપીરના મંદીર પાસે રહેતો અરૂણ વીનુભાઈ બારોટ બે વખત અમારી બાજુમાંથી ફોર વ્હીલ કાર ફુલ સ્પીડમાં લઈને નીકળેલ હતો. બાદ ત્રીજી વખત પણ અરૂણ બારોટ તેની ફોરવ્હીલ અમારી બાજુમાંથી કટ મારી નીકળેલ હતો અને બાદમાં ત્યાં પડેલ મોટર સાયકલ સાથે ફોર વ્હીલ ભટકાડેલ હતી. આ મોટરસાયકલ અમારા ઘરે આવેલા મહેમાનનું હતુ. જેથી મે મારા પિતાને ફોન કરેલ કે આપણા ઘરે મહેમાન આવેલ છે તેના મોટર સાયકલ સાથે ફોરવ્હીલ ભટકાયેલ છે. દરમ્યાન અરૂણ બારોટ ત્યાં જ તેની ફોરવ્હીલ લઈ ઉભેલ હતો અને મારી વાતો સાંભળતો હતો. બાદ તરત જ અરુણ તેની ફોરવ્હીલમાંથી નીચે ઉતરેલ અને તેની સાથે ફોરવ્હીલમાંથી બીજા બે અજાણ્યા શખ્સો ઉતરેલ હતા. બાદ અરૂણ મારી પાસે આવી ગાળાગાળી કરવા લાગેલ હતો.
દરમ્યાન મારા મોટાબાપુ સુરેશભાઈ તથા પિતા વિજયભાઇ આવી ગયેલા અને અરૂણને સમજાવવા લાગેલ કે, અત્યારે તહેવાર છે, ઝઘડો ન કરાય. તો અરૂણે કહેલ કે, તમારે મસ્તી જ કરવી હોય તો હું હથીયાર મગાવી લઉં કહી તેણે કોઇને ફોન કરેલ હતો. થોડીવારમાં અરૂણ બારોટનો સગો ભાઈ રમણ બારોટ તથા તેની સાથે અજાણ્યો એક વ્યકિત ડબલ સવારીમાં સફેદ કલરનું મોટર સાયકલ લઇ ધસી આવેલ હતો. ત્યારે રમણના હાથમાં બે છરીઓ હતી અને તેની સાથે આવેલ વ્યક્તિના હાથમાં બેટ હતું.
જેથી મારા મોટાબાપુ સુરેશભાઇએ અમને કહેલ કે તમે શાંતી રાખજો, હું વાત કરી લઉં છું. જેથી હું તથા મારા પિતા સાઇડમાં ઉભા હતા. દરમ્યાન અરૂણ બારોટ તથા તેનો ભાઇ રમણ બારોટ અને તેના ત્રણ મીત્રો મારા મોટાબાપુ સાથે ગાળા ગાળી અને ઝઘડો કરવા લાગેલ હતા. જેથી મારા મોટાબાપુએ કહેલ કે, દિવાળીનો તહેવાર છે ઝઘડો ન કરો. તો અરૂણ અને રમણે કહેલ કે, આજે તો તમને પતાવી દેવા છે કહી મારા મોટાબાપુ સુરેશભાઇને અરૂણના મિત્રોએ પકડી લીધેલ અને રમણ બારોટ પાસેથી એક છરી લઇ મોટાબાપુને બે-ત્રણ ઘા મારી દીધેલ હતા. જેથી હું તથા મારા પિતા આ લોકોને છોડાવવા વચ્ચે પડતા રમણ બારોટે મારા પિતાને આડેધડ છરીના બે-ત્રણ ઘા મારી દીધેલ હતા. જેથી તેઓને લોહી નીકળવા લાગેલ હતું અને તેઓ ત્યાં પડી જતા દેકારો થતા મારા માતા હંસાબેન પણ આવી ગયેલા હતા.
બાદમાં રમણ બારોટે મને કહેલ કે, આજે તો તને પણ જીવતો રહેવા દેવો નથી, પતાવી જ દેવો છે કહી મને પણ છરીનો એક ઘા કમરમાં પાછળના ભાગેમારી દીધેલ હતો. અરુણે માતા હંસાબેનને કપાળના ભાગે છરીનો ઘા મારી દીધેલ હતો. ઝપાઝપી દરમ્યાન અરૂણ બારોટ તથા રમણ બારોટને પણ ઇજાઓ થયેલ હતી. ઝગડાને પગલે દેકારો થતા મારા કાકા જગદીશભાઇ તથા બીજા માણસો આવી જતા હુમલાખોરો નાસી ગયેલ હતા. બાદ મોટાબાપુ સુરેશભાઈ અને પિતાને ખુબ જ લોહી નીકળતું હોય મારા કાકા જગદીશભાઈની ફોરવ્હીલ કારમાં સરકારી દવાખાને સારવારમાં લઇ ગયેલ હતા. બાદમાં યુવક પણ સારવાર અર્થે દાખલ થયો હતો. જ્યાં સારવાર દરમિયાન યુવકના મોટાબાપુ સુરેશભાઈ વશરામભાઇ પરમાર અને પિતા વિજયભાઈ વશરામભાઇ પરમારનું મોત થયું હતું.
જયારે સમાપક્ષે વળતી ફરિયાદ નોંધાવતા આંબેડકરનગર શેરી નં.-5 માં રહેતા રમણ વિનોદભાઈ ઉર્ફે વિનુભાઈ નાથાભાઈ બારોટે નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સુરેશ વશરામભાઈ પરમાર, વિજય વશરામભાઇ પરમાર, સુધીર વશરામભાઇ પરમાર અને બે અજાણ્યા શખ્સોનું નામ આપતાં જણાવતા કહ્યું હતું કે, હું ગોકુળધામ મેઇન રોડ ઉપર ખોડિયાર હોટલની ઉપર ટેટુ સ્ટુડિયો નામની દુકાન ધરાવું છું. અમે ત્રણ ભાઈ તથા એક બહેનમાં સૌથી મોટા અરુણભાઈ, તેમનાથી નાનો હું તથા સૌથી નાનો ભાઈ રાજદીપ તેમજ બહેન સંગીતા (ઉંવ 5) ની છે. મારા પિતા જમીન-મકાન લે-વેચનું કામ કરે છે.
અરુણ બારોટે ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત રાત્રીના હું મારા ઘરે હતો. ત્યારે મારા ફુવાના ભાઈ જગાભાઈ બારોટનો મને ફોન આવેલ કે, હું અહીં યશ મકવાણા જે શેરીમાં રહે છે ત્યાં આવ, અહી અરુણને માથાકૂટ થયેલ છે. જેથી હું અને મારો મિત્ર કે જેનું નામ હાલ મને યાદ આવતું નથી તેની સાથે મારા ઘરેથી મોટરસાયકલ લઈને દોડી ગયેલ હતો. જ્યાં લોકોનું ટોળું ભેગું થયેલ હતું અને મારો ભાઈ અરુણ રોડ ઉપર ૫ડેલ હતો. જ્યાં અમારા વિસ્તારમાં રહેતા સુરેશભાઈ વસરામભાઈ પરમાર, વિજયભાઈ વશરામભાઈ પરમાર, સુધીરભાઈ વિજયભાઈ પરમાર તેને માર મારતા હતા. જેથી હું મારા ભાઈને છોડાવું કે કંઈ સમજું તે પહેલા જ આ લોકો મને પણ ઢી કાપાટુનો માર મારવા લાગેલા હતા. તેની સાથે બીજા પણ એક-બે માણસો હોય તેવું મને લાગેલ, જે બધા મને તેમજ મારા ભાઈને માર મારતા હતા. તેમાંથી કોઈએ મને ડાબા પડખાના ભાગે છરી જેવું તિક્ષ્ણ હથિયારનો ઘા ઝીંકી દીધેલ હતો. બાદ હું નીચે પડી જતા ફરીવાર મને કોઈએ જમણા હાથે કાંડાથી ઉપર છરીનો ઘા ઝીંક્યો હતો. દરમિયાન અરુણ ઉભો થઈને વચ્ચે પડતા વિજયભાઈ પરમારે છરી જેવા હથિયાર વડે અરુણને પીઠના ભાગે ઘા ઝીંકી દેતા છરી અરુણના પીઠના ભાગે જ ખૂંપી ગયેલ હતી. જેથી તે બેભાન થઈ ગયેલ હતો. બાદ લોકો એકત્રિત થઈ જતાં અમને છોડાવેલ હતા. બાદ મને મારા સંબંધી કે જેઓ હોસ્પિટલે આવેલ તેમના દ્વારા જણાવેલ કે, આ બનાવમાં મારા ભાઈ અરુણનું મોત થઈ ગયેલ હતું. જે બનાવમાં માલવિયાનગર પોલીસે ગુનો નોંધ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચની ટીમે હત્યા સહિતના ગુનામાં શામેલ જગો રામજીભાઈ ચૌહાણ, મનીષ ખીમસુરીયા અને કિશન મકવાણાને રાઉન્ડ અપ કરી લીધા હતા.