Rajkot
શહેરમાં છેવાડાના વિસ્તારો સુધી આંતરમાળખાકીય સુવિધાઓ વધુ મજબૂત કરવાના સંકલ્પ સાથે રાજકોટ દક્ષિણ વિધાનસભા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલાળાના વરદહસ્તે એક મહત્વપૂર્ણ વિકાસ કાર્યનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. રાજકોટના કોઠારીયા-ખોખડદડ મેઈન રોડ નજીક આવેલી પશાંતિવન પાર્કથ રેસિડેન્શિયલ પ્લોટિંગ સોસાયટી ખાતે સ્થાનિક રહિશોની સુવિધા માટે નિર્માણ પામનારા આર.સી.સી. (છઈઈ) રોડનું ખાતમુહૂર્ત વિધિવત રીતે સંપન્ન થયું છે.
આ પ્રસંગે આયોજિત ભવ્ય સમારોહમાં ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલાળાએ જણાવ્યું હતું કે, સ્થાનિક નાગરિકોને પાકા રસ્તા, લાઈટ અને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ સમયસર મળી રહે તે અમારી સરકારની પ્રાથમિકતા છે. શાંતિવન પાર્કમાં આ અદ્યતન આર.સી.સી. રોડ બનવાથી ચોમાસા દરમિયાન પડતી મુશ્કેલીઓનો કાયમી અંત આવશે અને વાહનચાલકો તેમજ રહિશોની કનેક્ટિવિટી વધુ સરળ બનશે.
શાંતિવન પાર્ક અને આસપાસના વિસ્તારના નાગરિકોએ ધારાસભ્યશ્રીનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. આ ખાતમુહૂર્તના પવિત્ર પ્રસંગે સોસાયટીના અગ્રણીઓ, શાંતિવન પાર્કના ભાઈઓ-બહેનો અને વિશાળ સંખ્યામાં રહિશો ઉપસ્થિત રહ્યા હતા.

