Gondal
Gondal નજીક બિલિયાળા ગામ વાડી વિસ્તારમાંથી ૨૮ વર્ષીય યુવકની ઇજાગ્રસ્ત હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો મૃતદેહ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો આ અંગે પ્રાથમિક તપાસમાં આપઘાત કર્યો હોવાનું
ખુલ્યું છે.આ અંગે મળતી માહિતી મુજબ ગોંડલ શહેરના વાછરા રોડ પર ધારેશ્વર સોસાયટીમાં રહેતા પ્રતીકભાઇ કિશોરભાઈ સોંદરવા ઉંમર વર્ષ ૨૮ વર્ષીય યુવકનો બિલિયાળા ગામના વાડી વિસ્તારમાંથી ઝાળીમાંથી ગોંડલ ભગતવતપરામાં રહેતા તાત્કાલિક ૧૦૮ ની ટીમ દોડી ગઈ હતી અને ઘટના સ્થળ યુવકને મૃત જાહેર કર્યો હતો જેથી ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ યુ.આર ડામોર સહિતનો સ્ટાફ દોડી ગયો હતો મૃતદેહનું પંચનામુ કરી અને પીએમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો
આ અંગે ગઈ કાલે બપોરે મૃતક યુવાન ઘરેથી કોઈ પાસે હિસાબ લેવા જવાનું કહી નીકળ્યો હતો બાદ પત્નીએ ફોન કર્યા હમણાં આવું છું કહ્યું હતું બાદ ફોન ન ઉપાડતા પરિવારે શોધખોળ હાથ ધરતા બિલિયાળા પાસે ભારત પેટ્રોલિયમ પાસે ધાબા રોડ પર બાઇક મળી આવ્યું હતું તપાસ ઝાળી ઝાંખરા માંથી મૃતદેહ મળ્યો હતો પરિવારને શંકા જતા પોલીસે ફોરેન્સિક પીએમ કરાવ્યું હતું મૃતક પોતે હોટલ રિસોર્ટમાં માણસો સપ્લાય કરતો હતો કોઈ પાસે હિસાબ લેવા ગયા બાદ મૃતદેહ મળ્યો હતો બે ભાઈ એક બેનમાં મોટો અને સંતાનમાં એક પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કલ્પાંત છવાયો હતો આ અંગે મૃતકે આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસ જાણવા મળ્યું છે પીએમ રિપોર્ટ બાદ કારણ સ્પષ્ટ થશે હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

